નવી દિલ્હીઃ નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ રજૂ કરેલું આ બજેટ (Budget 2021) સેલરી ક્લાસ (Salary Class) માટે બમણો માર સાબિત થઈ શકે છે. નાણા મંત્રીએ સોમવારે 2.50 લાખ રૂપિયા વાર્ષિકથી વધુ પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) યોગદાન પર ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી છે. મોટાભાગના પગારદાર વર્ગ માટે નિવૃત્તિ બાદની બચત માટે પ્રોવિડન્ટ ફંડ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. નવા વેજ કોડથી ટેક-હોમ સેલરી (Take-Home Salary) ઓછી થઈ જશે ઉપરાંત રિટાયરમેન્ટ સેવિંગ્સ (Retirement Savings) ઉપર પણ મોટી અસર પડશે.
અત્યાર સુધી ટેક્સ ફ્રી રિટર્ન માટે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ પર કોઈ કેપ નહોતી. ગયા વર્ષે જ બજેટમાં PF સ્કીમમાં મહત્તમ 7.5 લાખ રુપિયાનું રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ માં વાર્ષિક 2.5 લાખ રૂપિયાના રોકાણ બાદ વિડ્રોલના સમયે ટેક્સ આપવો પડશે.
તેની સાથે જ વેજ કોડ 2019માં મહેનતાણાની નવી પરિભાષાથી માલુમ થાય છે કે પીએફમાં કર્મચારીઓનું યોગદાન વધારવામાં આવશે. તેનાથી તેમની ટેક-હોમ સેલરી ઘટી જશે. તે મુજબ, સરકારે કુલ કમ્પનસેશનની રકમ પર 50 ટકા પર કેપ લગાવી છે. તેનાથી નિયોક્તાઓ પર ખર્ચનું ભારણ વધશે અને કર્મચારીઓની ટેક-હોમ સેલરી પણ ઓછી થઈ જશે.
નવા નિયમના પાલન માટે નિયોક્તાઓને બેઝિક પેના રેશિયોને વધારવો પડશે અને તેના પરિણામ સ્વરૂપ નિયોક્તા અને કર્મચારીનું યોગદાન વધી જશે.
ઉદાહરણ તરીકે સમજીએ તો, માની લો કે લાલજી નામની એક વ્યક્તિની બેઝિક મંથલી ઇન્કમ 1 લાખ રુપિયા અને તેનું પીએફ યોગદાન 20 હજાર રૂપિયા છે. માની લો કે નવો વેજ કોડ લાગુ થવાથી તેમનું પીએફ યોગદાન વધીને 25 હજાર રૂપિયા થઈ જાય છે તો તેમની ટેક-હોમ સેલરી 5 હજાર રૂપિયા દર મહિને ઓછી થઈ જશે. 25 હજાર રૂપિયાના હિસાબથી તેમના પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધુ થઈ જશે, એવામાં બજેટની ઘોષણા બાદ લાલજીને તેની પર ટેક્સ આપવો પડશે. આ રીતે તેમની બચત ઉપર પણ તેની અસર પડશે.
નોંધનીય છે કે, નવો વેજ કોડ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાસ કરવામાં આવ્યો હતો જે 1 એપ્રિલ 2021થી લાગુ પણ થઈ જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર