Home /News /business /

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

કોટક સિક્યુરિટિઝના શ્રીકાંત ચોહાણે કહેલી આ વાત ગાંઠે બાંધી લો આગામી સમયમાં તગડી કમાણી થશે.

Stock Marketમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. જુલાઈમાં બીએસઈ સ્મોલકેપ્સ ઇન્ડેક્સમાં 9.16 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ઓગસ્ટમાં અત્યાર સુધી 2.31 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સની તુલનામાં ખૂબ સારું પ્રદર્શન છે. ત્યારે માર્કેટ નિષ્ણાંત શ્રીકાંત ચૌહાણનું કહેવું છે કે વર્તમાન સ્તિથિમાં રોકાણકારો લાર્જકેપની જગ્યાએ જોખમવાળા મિડકેપ તરફ વળ્યા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ લગભગ દોઢ મહિનાથી બજારમાં નીચલા સ્તરેથી સારી તેજી જોવા મળી રહી છે. આ અવધીમાં દિગ્ગજો સાથે નાના અને મધ્યમ શેર જેને સ્મોલકેપ્સ અને મિડકેપ્સ કહેવાય છે તેણે પણ સારું પ્રદર્શન કર્યું છે. તુલનાત્મક સ્વરુપે જોઈએ તો મિડ અને સ્મોલકેપ્સમાં બ્રોડર ઇન્ડેક્સની તુલનામાં વધુ સારું વળતર મળ્યું છે. જુલાઈ મહિના દરમિયાન બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 10.77 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આ અવધીમાં સેન્સેક્સમાં ફક્ત 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં મિડકેપમાં 2.10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ જ સમયગાળામાં સેન્સેક્સમાં 2.23 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  Passive investing: પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંતુલિત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો? અહીં જાણો શ્રેષ્ઠ વિકલ્પ

  આ રીતે સ્મોલકેપ્સ પણ મિડકેપ્સના પગલે પગલે ચાલી રહ્યા છે. જુલાઈમાં બીએસઈ સ્મોલકેપ્સમાં 9.16 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ઓગસ્ટ મહિનામાં આ જ સમયગાળામાં 2.31 ટકા વધારો જોવા મળ્યો હતો. જે સેન્સેક્સની તુલનામાં વધુ સારું પ્રદર્શન છે. જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ કમોડિટીની કિંમતોમાં ઘટાડો, કાચા તેલના ભાવમાં ઘટાડો અને યુએસ ફેડ અને બીજી કેન્દ્રિય બેંકો દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની શક્યતા ઓછી થવા જેવા કારણોના કારણે બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. જેનો ફાયદો અત્યાર સુધીમાં સારા એવા ધોવાઈ ગયેલા સ્મોલ અને મિડ શેરોને મળતો નજર આવે છે.

  ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?

  Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે રોકાણકારો હાલ લાર્જકેપના બદલે વધુ જોખમ વાળા મિડકેપ સેક્ટર તરફ આગળ વધ્યા છે. રોકાણકારોને નાની કંપનીઓમાં આગળ જતા વધુ ગ્રોથની શક્યતા દેખાઈ રહી છે. હાલના દિવસોમાં લોજિસ્ટિક, બિલ્ડિંગ મટિરિયલ્સ, પાઇપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ્ટી શેરમાં રોકાણકારોની જોરદાર રુચિ જોવા મળે છે. શ્રીકાંત ચોહાણનું કહેવું છે કે આ સમયે મોટી કંપનીઓની તુલનામાં નાની કંપનીઓમાં ગ્રોથ વધુ દેખાય તેવી શક્યતા છે.

  બજાર જાણકારોનું કહેવું છે કે તમામ મિડકેપ કંપનીઓ પોતાની ક્ષમતાના વિસ્તારનું કામ પૂર્ણ કરી ચૂકી છે. તેમના કેશ ફ્લોમાં મજબૂતી જોવા મળી રહી છે અને એક મોટા કરેક્શન બાદ વેલ્યુએશનની નજરે પણ મિડકેપ કંપનીઓ એક સારો વિકલ્પ લાગી રહી છે. તેવામાં રોકાણકારોએ મૂળભૂત રીતે મજબૂત એક સારા ગ્રોથની શક્યતાવાળી કંપનીઓ પસંદ કરીને તેમાં રોકાણ કરવું જોઈએ.

  આ રક્ષાબંધન પર બહેનને આપો આ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ, આ રીતે સુરક્ષિત કરો તમારી બહેનનું ભવિષ્ય!

  Prabhudas Liladherનું માનવું છે કે આ સમય મિડકેપ કંપનીઓના વેલ્યુએશન લાર્જકેપની તુલનામાં ખૂબ સારા દેખાઈ રહ્યા છે. ઘરેલું ઇન્વેસ્ટમેન્ટ સાઇકલમાં તેજી અને ઇકોનોમીમાં રોકાણ વધવાથી ફાયદામાં રહેનારા સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Expert opinion, Indian Stock Market, Investment tips, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन