Home /News /business /

દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

ફાઈલ તસવીર

તમને જાણીને નવાઈ લાગશે કે, આ ત્રણ પૈડાવાળા ઈલેકટ્રીક વાહન માટે માત્ર 10,000ની જ ટોકન અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે.

  મુંબઈઃ ભારતમાં એક ધમાકેદાર ત્રણ પૈડાવાળા ઈલેકટ્રીક વ્હિકલની (Electric Vehicle) એન્ટ્રી થઈ ગઈ છે. કંપનીએ ગઈકાલે તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે સૌથી રસપ્રદ વાત તેનો ભાવ છે. આટલા સસ્તા ભાવે તમે ઈલેકટ્રીક વ્હિક્લની કલ્પના પણ નહીં કરી હોય.

  તો આવો જાણીએ આ 3-Wheeler EV વિશે :
  ભારતના મુંબઈ સ્થિત સ્ટ્રોમ મોટર્સ (Strom Motors)એ ભારતમાં તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક આર 3(R3) થ્રી વ્હીલર માટે બુકિંગ શરૂ કરી દીધું છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે, આ ત્રણ પૈડાવાળા ઈલેકટ્રીક વાહન માટે માત્ર 10,000ની જ ટોકન અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે.

  શું છે ખાસ :
  ગાડીનો સ્પોર્ટી લુક
  2 સીટરની કેબિન
  ગાડી ટેક સુવિધાઓથી સજ્જ છે
  ગાડી પ્રતિ કલાક 80 કિલોમીટર ચાલી શકે છે
  એક જ ચાર્જ પર અંદાજે 200km સુધીની કંપની કરી રહી છે

  આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

  Strom Motorsની Electric R3 three-wheeler વિશે વધુ માહિતી
  Exteriors: વાહનની લંબાઈ 2,907 મીમી છે
  સ્ટ્રોમ આર 3માં એક વિશિષ્ટ ડિઝાઇન છે
  ટૂંકા બોનેટ, વિશાળ બ્લેડ-આઉટ ગ્રિલ, વિશાળ હેડલાઇટ દ્વારા ફ્લેન્ક કરવામાં આવે છે
  તેની લંબાઈ 2,907 મીમી, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 મીમી અને વજન 550 કિગ્રા છે

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

  Interiors: Tech-Savy કેબિન
  સ્ટ્રોમ આર 3 પાસે 2 સીટરની કેબિન છે, જેમાં સનરૂફ છે, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, પાવર વિંડોઝ, રિમોટ કી-લેસ એન્ટ્રી, 12-Way એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને 3-સ્પોક સ્ટીઅરિંગ વ્હીલ છે
  તેમાં 3.3 ઇંચનું ટચસ્ક્રીન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે
  IoT સજ્જ કન્ટીન્યુઅર મોનિટરિંગ સિસ્ટમ સાથેની ટચસ્ક્રિન છે
  સાથે સહાયક ૨.4 ઇંચનું ટચસ્ક્રીન યુનિટ પણ છે
  આ સિવાય તમામ સ્ટાન્ડર્ડ સેફ્ટીવ ફિચર્સ પણ ઉપલબ્ધ છે

  પરફોર્મન્સ : પ્રતિ ચાર્જ 200 કિમીની રેન્જ
  સ્ટ્રોમ આરમાં 20hp / 90Nm જનરેટ કરનાર 3 લિથિયમ-આયન બેટરી પેક અને ઇલેક્ટ્રિક મોટર છે
  સ્ટ્રોમ R3માં કંપનીએ 13 kW પાવરની હાઈ એફિસિયન્સી મોટર આપી છે
  તે 48 Nm ટૉર્ક જનરેટ કરે છે
  તેની મહત્તમ સ્પીડ 80km/h હોવાનો દાવો કરવામાં આવે છે
  એક જ ચાર્જ પર 200 કિ.મી. સુધીની રેન્જ છે
  ગાડીમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ છે: ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ.
  કારની સાથે એક ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવશે
  અંદાજે 3 કલાકમાં સંપૂર્ણ રીચાર્જ થઈ શકે છે  Strom R3નો ભાવ ?
  સ્ટ્રોમ આર 3નું લોન્ચિંગ 2018માં કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ ભારતમાં લોન્ચ થવાની બાકી છે
  કંપની ગાડીની સાથે 3 વર્ષ અથવા 1,00,000 કિમીની વોરંટી આપે છે
  મીડિયા અહેવાલ પ્રમાણે કંપની આ કારને 4.5 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે બજારમાં ઉતારી શકે છે
  આ સાથે તે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હશે
  Published by:ankit patel
  First published:

  Tags: Business news, Electric car

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन