મુંબઈ: બજાજ પોતાના ગ્રાહકોને બાઇકની ખરીદી પર નવી ઑફર આપી રહ્યું છે. Bajaj Autoએ પોતાના લોકપ્રીય બાઇક Pulsarના બે વેરિઅન્ટ Pulsar N250 અને Pulsar F250 લૉંચ કર્યાં છે. Pulsar બ્રાન્ડ હેઠળ 125ccથી 250cc સુધીની બાઇક આવે છે. નવા બજાજ પલ્સર 250નું ઑનલાઇન બુકિંગ શરૂ થવાનું બાકી છે. જોકે, ડીલરશિપ સ્ટોર પર તેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. આ માટે ગ્રાહકોએ 1,000 રૂપિયાની ટોકન રકમ આપવી પડશે. અમુક ડીલરો પાંચ હજાર જેટલી બુકિંગ રકમ લઈ રહ્યા છે. કંપની Pulsar 250ના બંને વેરિઅન્ટની ડિલીવરી આગામી અઠવાડિયે શરૂ કરશે.
10 નવેમ્બરથી લૉંચ થશે Pulsar 250ની ડિલીવરી
Bajaj Auto તરફથી નવા બાઇક Pulsar 250ની ડિલીવરી 10 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ નવા બજાજ પલ્સર 250 બાઇકની કિંમત 1.5 લાખ રૂપિયાથી ઓછી રાખી છે. Bajaj Pulsar N250 મૉડલની કિંમત નવી દિલ્હીમાં (એક્સ શો રૂપ) 1,38,000 રૂપિયા અને Bajaj Pulsar F250ની કિંમત 1,40,000 રૂપિયા રાખી છે.
ઑઇલ કૂલ્ડ DTS-i એન્જીન
Bajaj Pulsar 250માં કંપનીએ DTS-i 4 સ્ટ્રોક ઑઇલ કૂલ્ડ એન્જીન આપ્યું છે. આ બાઇક BS-6 અનુરૂપ છે. જેમાં 24.5 PSની મહત્તમ પાવર અને 21.5નો પીક ટૉર્ક જનરેટ થાય છે. બજાજના આ બાઇકમાં પાંચ સ્પીડ ટ્રાન્સમિશન મોડ આવે છે.
બાઇકના ફીચર્સ
કંપનીએ બંને બાઇકને સ્પોર્ટ્સ ટેક ડિઝાઇન સાથે લૉંચ કર્યાં છે. જેમાં અનેક અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે. તેમાં પ્રોજેક્ટર LED હેડલેપ્સ, આસિસ્ટ એન્ડ સ્લિપર સિરીઝ ટેક્નો ગ્રે અને રેસિંગ રેડ કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે. જ્યારે એન250 માત્ર એક જ કલર ટેક્નો ગ્રેમાં જ ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં પલ્સર 250 સેમી-ફેયર્ડ સ્ટ્રીટ રેસર (Bajaj Pulsar F250 Price)ની એક્સ શોરૂમ કિંમત 1.40 લાખ રૂપિયા છે. જ્યારે એન250 નેકેડ સ્ટ્રીટફાઇટર (Bajaj Pulsar N250 price)ની એક્સ શોરૂમ કિંમત 1.38 લાખ રૂપિયા છે.
નવા 2021 બજાજ પલ્સર 250 બાઇક્સમાં લિક્વિડ-કૂલ્ડ એન્જીન મળશે. આ એન્જીન 24.5 PSનો પાવર અને 21.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકની આગળ 100mm અને રિયરમાં 130mm ક્રોસ-સેક્શન ટાવર આપવામાં આવ્યા છે. વધુ સારી સુરક્ષા માટે તેમાં 300mm ડિસ્ક બ્રેક અને 230mm રિયર ડિસ્ક, સિંગલ ચેનલ ABS મળે છે.
લૂક અને ડિઝાઇન
લૂક અને ડિઝાઇનની વાત કરીએ તો નવું પલ્સર 250 બાઇક પહેલાની રેન્જ સાથે મહદ અંશે મળતું આવે છે. તમાં ફુલ એલઇડી હેડલેમ્પ અને DRL, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલઇડી ઇન્ડિકેટર્સ અને ડ્યુઅલ ટેલલાઇટ્સ, ડીજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, મસ્કુલર ફ્યૂલ ટેન્ક, સ્પ્લિટ સીટ સેટ અપ અને મોનોશોક જેવા ફીચર્સ મળે છે. નવી મોટરબાઇકમાં રિયર સસ્પેન્શન મળે છે જો તેને વધુ આકર્ષિત લૂક આપે છે.
બજાજ ઓટો લાઇનઅપમાં નવા બજાજ પલ્સર 250 હાલની ડોમિનાર 250 બાઇકની નીચેની પોઝિશન પર છે. ભારતીય બજારમાં નવી પલ્સર 250નો મુકાબલોYamaha FZ-25, Suzuki Gixxer અને KTM 200 Duke જેવી બાઇક્સ સાથે થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર