નવી દિલ્હી : અત્યારે ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder) ના ભાવ સતત વધી રહ્યા છે. તમને ખબર છે તમે આ સિલિન્ડર માત્ર રૂ. 9માં ખરીદી શકો છો. પેટીએમ તરફથી ગ્રાહકોને ખાસ ઓફર આપવામાં આવી છે. તમે આ ઓફરનો લાભ 30 એપ્રિલ 2021 સુધીમાં લઈ શકો છો. પેટીએમની આ ‘ફર્સ્ટ ટાઈમ ઓફર’નો લાભ કેવી રીતે મેળવવો? 9 રૂપિયામાં ગેસ સિલિન્ડર કેવી રીતે બુક કરવો તેની પ્રોસેસ જણાવવામાં આવી છે.
જે લોકો પેટીએમથી પ્રથમ વાર ગેસ બુકિંગ કરે છે, માત્ર તે ગ્રાહકોને આ ઓફરનો લાભ મળી શકે છે. જ્યારે તમે ગેસ બુકિંગ માટે ચૂકવણી કરશો ત્યારે તમને રૂ. 800નું સ્ક્રેચ કાર્ડ મળશે. તેમાં તમને રૂ. 10 થી લઈને રૂ. 800 સુધી કેશ બેક મળી શકે છે.
પેટીએમ કેશબેક ઓફર
· સૌથી પહેલા તમારે ફોનમાં Paytm App ડાઉનલોડ કરવાની રહેશે.
· ત્યાર બાદ ગેસ એજન્સીથી સિલિન્ડર બુક કરવાનો રહેશે.
· આ સ્ક્રેચ કાર્ડનો 7 દિવસમાં ઉપયોગ કરવાનો રહેશે. આ પહેલા પણ અનેક ઓફર આપવામાં આવી છે
પેટીએમ પહેલી વાર ગ્રાહકને ઓફર નથી આપી રહી, અગાઉ પણ પેટીએમ LPG ગેસ બુકિંગ પર ઓફર આપી ચૂકી છે. આ પહેલા ગ્રાહકોને બુકિંગ પર રૂ. 700 અને રૂ. 500 સુધી કેશબેકની ઓફર આપી છે. પેટીએમ અત્યારે ગ્રાહકોને રૂ. 809માં મળતા LPG ગેસ સિલિન્ડર પર રૂ. 800 સુધીનું કેશબેક આપી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર