રેલવેની ઑફર, દિવાળી પર પૈસા વગર બૂક કરો ટ્રેનની ટિકિટ

જો તમારી પાસે દિવાળી અને છઠ (Diwali Chhat Puja 2019) પર ઘરે જવા માટે પૈસા નથી તો પછી તમે IRCTCના ePayLaterનો લાભ લઈ શકો છો. ચાલો તેના વિશે જાણીએ ...

News18 Gujarati
Updated: October 17, 2019, 9:49 AM IST
રેલવેની ઑફર, દિવાળી પર પૈસા વગર બૂક કરો ટ્રેનની ટિકિટ
દિવાળી પર ઘરે જવા માટે પૈસા નથી તો ચુકવણી કર્યા વગર બૂક કરો ટ્રેન ટિકિટ
News18 Gujarati
Updated: October 17, 2019, 9:49 AM IST
દિવાળી અને છઠ પર તમે ટ્રેનની ટિકિટ બૂક કરવા જઇ રહ્યા છો અને જો તમારી પાસે પૈસા ન હોય તો તમે શું કરશો? આવી સ્થિતિમાં તમે ટિકિટ બૂક કરાવી શકશો નહીં. પરંતુ તમારે આ કરવાની જરૂર નથી. જો પૈસા ન હોય તો પણ તમે ટ્રેનની ટિકિટ લઇને 14 દિવસ સુધી પૈસા ચૂકવી શકો છો. આઈઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation)) એ તાજેતરમાં અર્થશાસ્ત્ર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનો પાઇલટ પ્રોજેક્ટ ઇ-પે લેટર સાથે જોડાણ કર્યું છે. મુસાફરો તાત્કાલિક ચૂકવણી કર્યા વગર ઇન્સ્ટન્ટ ટિકિટ બૂક કરાવી શકશે, જ્યારે ટિકિટની બાકી રકમ ચૂકવવા માટે તેમને 14 દિવસની મુલતવી મળશે.

પૈસા વગર દિવાળી અને છઠ પર ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરવી - ટિકિટ બૂક કરવા માટે તમારે આઈઆરસીટીસી ઍકાઉન્ટ પર લોગિન કરવું પડશે.
>> ત્યારબાદ તમારે જ્યાં ટિકિટ બૂક કરવાની છે તેની વિગતો ભરો અને તમારી સુવિધા પ્રમાણે ટ્રેન પસંદ કરો, ત્યારબાદ બૂક નાઉ વિકલ્પ પર ક્લિક કરો.

>> ત્યારબાદ નવું પેઇઝ ખુલશે જેમાં તમારી પાસે પેસેન્જરની વિગતો અને કેપ્ચા કોડ ભરવાનો વિકલ્પ હશે. તેને ભર્યા પછી, નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
>> ક્લિક કર્યા પછી તમારે આ સુવિધા મેળવવા માટે ઇપેલેટર (ePayLater)પર નોંધણી કરાવવી પડશે.

આ પણ વાંચો:તમારા બાળકનું આધારકાર્ડ અપડેટ નથી તો થઇ જશે રદ
Loading...


>> આ માટે તમે www.epaylater.in પર જઈને પણ નોંધણી કરાવી શકો છો.
>> નોંધણી કર્યા પછી તમને બિલ ચુકવણીનો વિકલ્પ મળશે. આ પસંદ કર્યા પછી, તમને કોઈ ચૂકવણી કર્યા વગર ટ્રેનની ટિકિટ મળશે.

>> તેના પર ક્લિક કર્યા પછી, એક નવું પેઇઝ તમારી સામે ખુલશે, જેમાં તમારે ચુકવણીની વિગતો ભરવી પડશે. આમાં તમે ક્રેડિટ, ડેબિટ, બીએચઆઇએમ એપ, નેટ બૅન્કિંગ દ્વારા ચુકવણી કરી શકો છો. આસાથે તમને ePayLater નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
>> તમે આ સુવિધા તમારા આઈઆરસીટીસી ખાતામાંથી મેળવી શકો છો. તમે લીધેલી ટિકિટની કિંમત તમારી ક્રેડિટ મર્યાદાની અંદર હોવી જોઈએ અને ચુકવણી યોગ્ય સમયે થવી જોઈએ.
>> જો તમે ચુકવણીમાં વિલંબ કરશો તો ક્રેડિટ લેસ થઇ જશે, ત્યારબાદ તમે આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી.



જો ચુકવણી કરવામાં નહીં આવે તો શું થશે - ટિકિટ બૂકિંગના 14 દિવસ પછી પણ, જો તમે ચૂકવણી નહીં કરો તો ટિકિટના ભાવ પર વ્યાજ લેવામાં આવશે અને જો તમે તે આપવા માટે પણ વિલંબ કરો છો, તો તમારું આઈઆરસીટીસી ઍકાઉન્ટ બંધ થઈ જશે.
આઈઆરસીટીસીની ઇ-પેલેટર સેવા શું છે - આ યોજના અંતર્ગત કોઈપણ ગ્રાહક કોઈપણ ચુકવણી કર્યા વગર આઇઆરસીટીસી વેબસાઇટ પરથી ઑનલાઇન ટિકિટ બૂક કરાવી શકે છે અને ચુકવણી 14 દિવસ પછી થઈ શકે છે.
>> આ સેવાનો લાભ લેનારા ગ્રાહકોને ચુકવણી કરતી વખતે 3.5.% સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જો તમે 14 દિવસની અંદર ચુકવણી કરો છો, તો તમારે વધારાના વ્યાજ ચૂકવવા પડશે નહીં.
>> ઉપરાંત જો તમે સમયસર લેવડદેવડ કરો છો, તો તમારી ક્રેડિટ મર્યાદા પણ વધી શકે છે.

આ પણ વાંચો: આજથી બદલાઇ જશે Xiaomiના આ 20 સ્માર્ટફોન, જાણો તમે તો આ લિસ્ટમાં નથી ને..

આ પણ વાંચો: Vodafone તેમના યૂઝર્સોને આપી રહ્યું છે ડબલ ડેટા, હવે 1.5 જીબીને બદલે મળશે 3જીબી ડેટા
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...