મુંબઈ: તમામ વસ્તુના વધી રહેલા ભાવ (Inflation)ના કારણે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનનિર્વાહ વધુ મુશ્કેલ બની રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price)માં થયેલા અસહનીય ભાવવધારા બાદ હવે રાંધણ ગેસ (Rising Price of Cooking Gas)ના વધી રહેલા ભાવોએ ગરીબ અને મધ્યમ વર્ગને પડતા પર પાટું માર્યુ છે. પરંતુ અમે તમારા માટે એક ખાસ ઓફર (Best Offer)ની જાણકારી લાવ્યા છીએ. જેમાં તમને 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડર (Booking of Gas cylinder)ના બુકિંગ પર બમ્પર કેશબેક (Bumper Cashback)મળશે. ઑફર અંતર્ગત તમે પોકેટ એપ દ્વારા 200 કે તેથી વધુનું બિલ પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. શું છે આ એપ? કેવી રીતે ડિસ્કાઉન્ટ મેળવી શકાય વગેરેની માહિતી જાણીએ.
ઉલ્લેખનીય છે કે ખાસ ઑફર હેઠળ ગ્રાહકો પોકેટ એપ (Pocket App) દ્વારા ગેસ સિલિન્ડર બુક કરીને વધારાનું 10 ટકા કેશબેક મેળવી શકે છે. આ એપ ICICI બેંક સંચાલિત છે. તો ચાલો જાણીએ કઇ રીતે મેળવી શકશો આ કેશબેક (How to Get Cashback)નો લાભ.
મેળવો 10% સુધી કેશબેક
જો તમે પોકેટ એપ દ્વારા 200 કે તેથી વધુનું બિલ પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. જોકે, તેના માટે તમારે કોઇ પણ પ્રોમોકોડ એન્ટર કરવાની જરૂર નથી. પરંતુ આ ઑફર મહિનાના 3 બિલ પેમેન્ટ સુધી જ સિમિત રહેશે. આપને જણાવી દઇએ કે, કંપનીના નિયમો અનુસાર એક કલાકમાં માત્ર 50 યૂઝર્સ જ આ ઓફરનો લાભ લઈ શકશે. જોકે, આ ઑફરની સૌથી ખાસ વાત એ છે કે તમે બિલની ચૂકવણી પર એક કલાકમાં 1 રિવોર્ડ/કેશબેક અને મહિનામાં 3 રિવોર્ડ/કેશબેક જીતી શકો છો.