Home /News /business /Car offers: કાર ખરીદીમાં 50,000 રૂપિયા સુધીનો ફાયદો, YONO SBIની ખાસ ઑફર

Car offers: કાર ખરીદીમાં 50,000 રૂપિયા સુધીનો ફાયદો, YONO SBIની ખાસ ઑફર

એસબીઆઈ યોનો

Yono SBI Offers: યોનો એસબીઆઈના માધ્યમથી કાર ખરીદવા પર પૈસાનો ફાયદો તો થશે જ, સાથે કંપનીઓ તરફથી આપવામાં આવતા અન્ય ફાયદા પણ મળશે.

નવી દિલ્હી: જો તમે નવી કાર ખરીદવા (Buy new car) માંગો છો પરંતુ તહેવારોની ઑફર (Festival offers) તમારા હાથમાંથી નીકળી ગઈ છે તો તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. તહેવારોની મોસમ ગયા બાદ પણ તમે સારા ડિસ્કાઉન્ટ સાથે નવી કારની ખરીદી કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંકની યોનો (YONO SBI) એપ નવી કારની ખરીદી માટે નવી ઑફર લાવી છે. આ ઑફરનો લાભ ઉઠાવીને તમે 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ (Discount) મેળવી શકો છો. આ ફાયદો ફક્ત કાર જ નહીં, ટુ-વ્હીલરની ખરીદી પર પણ લઈ શકાય છે. અમુક કાર કંપનીઓ યોનો એસબીઆઈ ગ્રાહકોને પ્રાથમિકતા પણ આપી રહી છે. એટલે કે તમે યોનોથી કારની ખરીદી કરો છો તો તમારે કારની ડિલીવરી માટે વધારે રાહ નહીં જોવી પડે. તમને તુંરત જ ડિલીવરી મળી જશે.

યોનો એસબીઆઈના માધ્યમથી કાર ખરીદવા પર પૈસાનો ફાયદો તો થશે જ, સાથે કંપનીઓ તરફથી આપવામાં આવતા અન્ય ફાયદા પણ મળશે.

શું છે ઑફર? (SBI Yono Offers)

જો તમે એસબીઆઈ યોનો એપથી મહિન્દ્રાની એક્સયૂવી અથવા રેનૉ કાર ખરીદો છો તો કાર સાથે મળનાર અક્સેસરીઝ બિલકુલ મફત મળશે. રેનૉ કાર ખરીદવા પર તમને પાંચ હજાર રૂપિયા સુધીની એક્સેસરીઝ મળશે. મહિન્દ્રા એક્સયૂવી (Mahindra XUV) ખરીદવા પર તમને 3,000 રૂપિયા સુધીની એક્સેસરીઝ મળશે. ટોયોટા પણ નવી કાર પર 5,000 રૂપિયા સુધીની એક્સેસરીઝ ઑફર કરી રહી છે.

એક્સેસરીઝ ઉપરાંત અમુક કંપનીઓ કેશ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમે ડટસન ગો કાર ખરીદો છો તો તમને 4000 રૂપિયા સુધી કેશ ડિસ્કાઉન્ટ મળે છે. ટાટા મોટર્સ 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે.

આ પણ વાંચો: Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

ટૂ-વ્હીલર પર પણ શાનદાર ડિસ્કાઉન્ટ (Discount Offers on Two Wheelers)

કાર ઉપરાંત યોનો એપથી કોઈ વ્યક્તિ ટુ-વ્હીલર ખરીદવાનું વિચાર રહી છે તો અમુક કંપનીઓ તેમાં પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. હીરો સ્કૂટર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે હીરો ઇલેક્ટ્રિકની ઈ-બાઈક ખરીદો છો તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો: SBIએ YONO Appથી ત્રણ લાખ સુધીની પેપરલેસ ટુ-વ્હીલર લોન આપવાની કરી શરૂઆત- જાણો વિગત

ઑડી કાર પર 50 હજાર રુપિયા સુધીનો લાભ

જો તમે પ્રીમિયમ કાર કંપની ઑડીની કાર Q2, A4 અથવા A6ની યોનો એપ મારફતે ખરીદી કરો છો તો તમને 50 હજાર રૂપિયા સુધીનો વધારાનો લાભ મળે છે. તો પ્રીમિયમ કંપની મર્સિડીઝની કાર પર તમને 25 હજાર રૂપિયાનો વધારાનો લાભ મળશે.
First published:

Tags: Loan, Vehicle, Yono, એસબીઆઇ, કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો