Home /News /business /Savings Account: આ ચાર સરકારી બેંકો બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ, જાણો યાદી
Savings Account: આ ચાર સરકારી બેંકો બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ, જાણો યાદી
આ મ્યુચ્યુઅલ ફંડ આપે છે શાનદાર વળતર
Savings Account: યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બચત ખાતામાં સૌથી વધુ વ્યાજ આપતી જાહેર ક્ષેત્રની બેંક છે. આ બેંક 3.55 ટકા વ્યાજ આપે છે. ગત 1લી જૂનથી વ્યાજદરના અમલના આંકડા અહી અપાયા છે.
નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટ (Repo rate)માં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે હવે રેપો રેટ 4.4 ટકાથી વધીને 4.90 ટકા સુધી પહોંચી ગયો છે. આ વધારાના કારણે ધિરાણ અને ડિપોઝિટ (Lending and Deposit)ના દરોમાં વધારો થશે. રિઝર્વ બેંકના નિર્ણયોને જોતાં કેટલીક બેંકોએ એફડી અને બચત ખાતા પર વ્યાજદર વધારવા (Raise of interest rates on FDs and savings accounts)નું શરૂ કરી દીધું છે. ત્યારે હાલ વધતા જતા વ્યાજ દરોને ધ્યાનમાં રાખીને બચત ખાતું ખોલવાનું વિચારતા ગ્રાહકો માટે અહી સેવિંગ બેંક ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ દર (Savings account interest rates) આપતી જાહેર ક્ષેત્રની ચાર બેંકોની જાણકારી અપાઈ છે.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બચત ખાતામાં સૌથી વધુ વ્યાજ આપતી જાહેર ક્ષેત્રની બેંક છે. આ બેંક 3.55 ટકા વ્યાજ આપે છે. ગત 1લી જૂનથી વ્યાજદરના અમલના આંકડા અહી અપાયા છે.
● રૂ.50 લાખ સુધીના બચત ખાતાના બેલેન્સ પર 2.75 ટકા વ્યાજ ● રૂ.50 લાખથી રૂ.100 કરોડ સુધીના બેલેન્સ પર 2.90 ટકા વ્યાજ ● રૂ.100 કરોડથી રૂ.500 કરોડના બેલેન્સ પર 3.10 ટકા વ્યાજ ● રૂ.500 કરોડથી રૂ.1000 કરોડના બેલેન્સ પર 3.40 ટકા વ્યાજ ● રૂ.1000 કરોડથી ઉપરના બેલેન્સ પર 3.55 ટકા વ્યાજ
બચત ખાતાની ડિપોઝિટ પર ઊંચા વ્યાજ બાબતે કેનેરા બેંક આ યાદીમાં જાહેર ક્ષેત્રની બીજી બેંક છે, કેનેરા બેંક પણ બચત ખાતાઓ પર સારું વ્યાજ આપે છે. જે ગત માર્ચથી અમલમાં છે.
● રૂ. 50 લાખથી રૂ. 100 કરોડ વચ્ચેના બેલેન્સ પર 2.90 ટકા વ્યાજ ● રૂ.100 કરોડથી રૂ. 500 કરોડના બેલેન્સ પર 3.05 ટકા વ્યાજ ● રૂ.500 કરોડથી રૂ. 1000 કરોડના બેલેન્સ પર 3.35 ટકા વ્યાજ ● રૂ. 1000 કરોડ અને તેનાથી વધુના બેલેન્સ પર 3.50 ટકા વ્યાજ
બેંક ઓફ બરોડા
બચત ખાતા પર ઉંચા વ્યાજ દર મુજબ બેંક ઓફ બરોડા આ યાદીમાં ત્રીજી બેંક છે.
● રૂ. 1 લાખથી રૂ. 100 કરોડના બેલેન્સ પર 2.75 ટકા વ્યાજ ● રૂ. 100 કરોડથી રૂ. 200 કરોડના બેલેન્સ પર 2.85 ટકા વ્યાજ ● રૂ. 200 કરોડથી રૂ. 500 કરોડના બેલેન્સ પર 3.05 ટકા વ્યાજ ● રૂ. 500 કરોડથી રૂ. 1,000 કરોડના બેલેન્સ પર 3.25 ટકા વ્યાજ ● રૂ. 1,000 કરોડના બેલેન્સ સ્લેબ પર 3.30 ટકા વ્યાજ