Home /News /business /Market Crash: F&Oની એક્સપાયરી પહેલા બજારમાં આવી મોટી ઉથલપાથલ, જાણો શું કહે છે તજજ્ઞો

Market Crash: F&Oની એક્સપાયરી પહેલા બજારમાં આવી મોટી ઉથલપાથલ, જાણો શું કહે છે તજજ્ઞો

સેન્સેક્સમાં કડાકો

Bloodbath in market: 5paisa.comના રૂચિત જૈનનું કહેવું છે કે, આ અઠવાડિયે નિફ્ટી માટે 17,500નું લેવલ ઘણું મહત્ત્વનું રહેશે. નિફ્ટીને તેનો સપોર્ટ છે. જો નિફ્ટી 17,700ની ઉપર જશે, તો બજારમાં ફરી એકવાર ખરીદીનો માહોલ જોવા મળશે.

નવી દિલ્હી: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 21 જાન્યુઆરી, 2022ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં બજારો (Stock Market) વેચાણના દબાણ હેઠળ રહ્યા હતા. ગત સપ્તાહમાં BSE સેન્સેક્સ (Sensex) 2,185.85 પોઈન્ટ્સ અથવા 3.57 ટકાના ઘટાડા સાથે 59,037.18 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 638.55 પોઈન્ટ્સ અથવા 3.49 ટકાના ઘટાડા સાથે 17,617.2 પર બંધ થયો હતો. વિવિધ ક્ષેત્રો પર જો નજર કરીએ તો, BSE IT ઇન્ડેક્સ 6.5 ટકા, ટેલિકોમ ઇન્ડેક્સ 5.8 ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2.8 ટકા ઘટ્યો છે. બીજી તરફ, બીએસઈ (BSE)ના પાવર ઈન્ડેક્સમાં 2.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બજારમાં આવેલી આ ઉથલપાથલ વિશે બજાર વિશ્લેષકો (Expert Opinions)નું શું કહેવું છે આવો જાણીએ.

5paisa.com

5paisa.comના રૂચિત જૈનનું કહેવું છે કે, આ અઠવાડિયે નિફ્ટી માટે 17,500નું લેવલ ઘણું મહત્ત્વનું રહેશે. નિફ્ટીને તેનો સપોર્ટ છે. જો નિફ્ટી 17,700ની ઉપર જશે, તો બજારમાં ફરી એકવાર ખરીદીનો માહોલ જોવા મળશે અને નિફ્ટી ફરી એકવાર 17,900-18,000 તરફ જઇ શકે છે. ગયા સપ્તાહનો ઘટાડો હળવો અને ટૂંકા ગાળાનો ઘટાડો હતો. હવે બજેટ પહેલા બજારમાં ફરી એકવાર તેજી જોવા મળશે.

બોનાન્ઝા પોર્ટફોલિયો

બોનાન્ઝા પોર્ટફોલિયોના વિશાલ વાઘનું કહેવું છે કે, નિફ્ટીએ વધુ તેજીમાં જળવાઇ રહેવા માટે 18,000ની ઉપરનું ક્લોઝિંગ આપવું પડશે. ડાઉનસાઇડ પર, તેના માટે 17,500 પર સારો સપોર્ટ છે. આગામી બજેટ અંગેની અનિશ્ચિતતા સાથે વૈશ્વિક બજારમાં નબળાઈના કારણે સ્થાનિક બજાર આગામી દિવસોમાં અસ્થિર રહેશે.

મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના સિદ્ધાંત ખેમકાનું કહેવું છે કે, નિફ્ટી તેની તાજેતરની પિકથી લગભગ 800 પોઈન્ટ તૂટ્યો છે. ટેક્નિકલ રીતે નિફ્ટી ડેઈલી ટાઈમ ફ્રેમ પર 17,650 EMA ની નજીક છે. આ લેવલની નીચે નિફ્ટીમાં નિયરટર્મમાં ડાઉનટ્રેન્ડ યથાવત રહેશે. વૈશ્વિક બજારોની નબળાઈ મિશ્ર પરિણામો FII દ્વારા ભારે વેચવાલીથી બજાર પર દબાણ આવ્યું છે.

કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝના અમોલ અઠાવલેનું કહેવું છેકે, નિફ્ટીએ સાપ્તાહિક ચાર્ટ પર લાંબી બેરિશ બાર રિવર્સલ કેન્ડલ બનાવી છે, જે ટૂંકા ગાળામાં બજારમાં વધુ નબળાઈનો સંકેત આપે છે. આ સિવાય નિફ્ટીના 20 દિવસના SMAથી નીચે બંધ થવું એ પણ નકારાત્મક સંકેત છે. હવે નિફ્ટી માટે 17,500 પર સપોર્ટ દેખાય છે. જો નિફ્ટી તેના પર યથાવત રહે છે, તો તેમાં આપણે 17,775 પછી 17,900-17,950નું સ્તર પણ જોવા મળી શકે છે. બીજી તરફ જો નિફ્ટી 17,750ની નીચેની સપાટી પર જાય છે તો તેમાં 17,400-17,300 નું લેવલ પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: સેન્સેક્સમાં કડાકો: તાજેતરમાં નોંધાયેલા અનેક શેર ફૂસ, ઓલ ટાઈમ હાઈથી 50% સુધી નીચે પટકાયા

રેલિગેર બ્રોકિંગ

રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રા કહે છે કે, આ અઠવાડિયે બજાર પહેલા 2 હેવી બેટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેન્ક બેન્કના પરિણામો પર રીએક્ટ કરશે. ઇન્ડેક્સ પર નજર કરીએ તો કોઈપણ સારી રિકવરી માટે નિફ્ટીએ 17,600ની સપાટી ઉપર રહેવું પડશે. જો નિફ્ટી તેમાં નિષ્ફળ જશે તો તે 17,350ના સ્તરે પહોંચી શકે છે. રોકાણકારોને સલાહ છે કે તેઓ તેમની પોઝિશન હેજ રાખે અને જ્યાં સુધી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી તેમની પોઝિશન વધારવાનું ટાળે.

જીયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ

જીયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના વિનોદ નાયરનું કહેવું છે કે આ સપ્તાહે સ્થાનિક બજારમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. કારણ કે રોકાણકારોની નજર આગામી બજેટની જાહેરાત પર છે.

આ પણ વાંચો: Stock market crash: શેર બજારમાં સતત પાંચમા દિવસે વેચવાલી, રોકાણકારોએ ગુમાવ્યાં 17.5 લાખ કરોડ રૂપિયા, જાણો કડાકાના કારણો

ઇક્વિટી 99

ઇક્વિટી 99ના રાહુલ શર્માનું કહેવું છે કે, આજે બજાર લગભગ 1 ટકા તૂટ્યું છે. બજેટ નજીક આવતાની સાથે પ્રોફિટ-બુકિંગની વચ્ચે માર્કેટમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. રોકાણકારોને આ ઘટાડામાં ગુણવત્તાયુક્ત સ્ટોક ખરીદવાની સારી તક મળી રહી છે.

બેંક નિફ્ટી પર વાત કરતા રાહુલ શર્માએ કહ્યું કે 38180નું સ્તર બેંક નિફ્ટી માટે મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. જો આ સપોર્ટ તૂટે છે, તો નિફ્ટી ફરીથી 37,950 અને પછી 37,690 સુધી નીચે આવી શકે છે. અપસાઇડ પર બેંક નિફ્ટી માટે 38,325ની સપાટી પર મજબૂત રજીસ્ટન્સ જોવા મળે છે અને જો આ રજીસ્ટન્સ તૂટે છે, તો નિફ્ટી બેંક આપણને 38,450 અને પછી 38,580 તરફ લાવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन