Home /News /business /અદાણી બાદ આ ગ્રુપ પર હિંડનબર્ગનો બોમ્બ ફૂટ્યો, ગંભીર આરોપ લગાવ્યાં; કંપનીના શેર 20% તૂટ્યાં

અદાણી બાદ આ ગ્રુપ પર હિંડનબર્ગનો બોમ્બ ફૂટ્યો, ગંભીર આરોપ લગાવ્યાં; કંપનીના શેર 20% તૂટ્યાં

જેક ડોર્સી - ફાઇલ તસવીર

અદાણી ગ્રૂપ બાદ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગને વધુ એક કંપની પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે આ સમાચાર ફેલાયા બાદ કંપનીનો શેર 20 ટકા જેટલો તૂટ્યો છે.

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ પછી અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ એન્ડ ટેક્નોલોજી ફર્મે બ્લોક ઇન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ પ્રમાણે, જેક ડોર્સીની આગેવાનીવાળા બ્લોક ઇન્કે બોગસ રીતે યૂઝર્સની સંખ્યા વધારી હતી. તો બીજી તરફ, ગ્રાહક સંપાદન ખર્ચમાં ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમાચાર બાદ અમેરિકન માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે અને કંપનીના શેર 20 ટકા સુધી તૂટ્યાં છે. સોશિયલ મીડિયા કંપની ટ્વીટરના સહસંસ્થાપક જેક ડોર્સીએ 2009માં બ્લોક ઇન્કની સ્થાપના કરી હતી અને તે ટેક્નોલોજી સંબંધિત કંપની છે.

શું છે સ્પષ્ટતા?


તેની વેબસાઇટ પરના અહેવાલમાં સ્પષ્ટતા કરતા હિંડનબર્ગે જણાવ્યું હતું કે, ‘અમારી બે વર્ષની તપાસમાં તારણ આવ્યું છે કે, બ્લોકે વ્યવસ્થિત રીતે ડેમોગ્રાફિક્સનો લાભ ઉઠાવ્યો છે. જે ખરેખર ખોટું છે.’ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ કંપની નિવેશકોને ગોથે ચડાવતી હતી અને તથ્યો સાથે ચેડાં કરતી હતી. આ ઉપરાંત કંપનીના કૈશ એપના પ્રોગ્રામમાં ઘણી ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, બ્લેક ઇન્ક 44 બિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવે છે.


હિંડનબર્ગે સંકેત આપ્યાં હતાં


અદાણી ગ્રૂપના ખુલાસાના બે મહિના પછી હિંડનબર્ગના ફાઉન્ડરે 23 માર્ચ 2023એ ટ્વીટ કરીને નવા ખુલાસા મામલે જણાવ્યું હતું. આ ટ્વીટમાં કંપનીનો નવો રિપોર્ટ આવવાની વાત કરી હતી. તેમાં લખ્યું હતું કે, ‘ન્યૂ રિપોર્ટ સૂન - અનએધર બિગ વન’. ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગની અમેરિકામાં શોર્ટ સેલર રિસર્ચ ફર્મ છે. તેના ફાઉન્ડર નાથન એન્ડરસન છે.

ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. રિપોર્ટમાં કહ્યુ હતુ કે, અદાણી ગ્રૂપે શેલ કંપનીના માધ્યમથી શેરમાં હેરાફેરી કરી છે. આ રિપોર્ટ પછી અદાણી ગ્રૂપની કંપનીના શેર ખરાબ રીતે તૂટ્યાં હતાં. તો બીજી તરફ, ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
First published:

Tags: Business, Business gujarati news