Home /News /business /કમાણી કરવી હોય તો તૈયાર રહેજો, દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO

કમાણી કરવી હોય તો તૈયાર રહેજો, દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO

દેશની સૌથી મોટી પ્રાઈવેટ ઇક્વિટી રિયલ એસ્ટેટ કંપની પોતાનો અબજો રુપિયાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.

ભારતીય માર્કેટમાં દેશની સૌતી મોટી કમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની બ્લેકસ્ટોન પોતાના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ને ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારીમાં છે. આ માટે તે હાલ એડવાઝર્સની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે. બ્લેકસ્ટોન ઈંક પોતાના ભારતીય શોપિંગ મોલ પોર્ટફોલિયોનો IPO લાવવા માગે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન ઈંક (Blackstone Inc.) જે દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની છે તે પોતાના ભારતીય શોપિંગ મોલ પોર્ટફોલિયોની ઈનીશિયલ પબ્લિક ઓફર(BlackStone inc. IPO) લાવવા માટે આગામી મહિને ડ્રાફ્ટ જમા કરી શકે છે. બ્લૂમબર્ગે સૂત્રોના હવાલેથી એક અહેવાલમાં આ અંગે જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ કંપની આઈપીઓની સાઈઝ લગભગ 50 કરોડ ડોલર જેટલી રાખી શકે છે. આ રિપોર્ટ મુજબ બ્લેકસ્ટોન પોતાના એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ને ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારીમાં છે.

    PM Kisan Samman Nidhi Yojna: આગામી 3 દિવસોમાં ખેડૂતો પતાવી લે આ કામ નહીંતર નહીં મળે રુ.2000

    બ્લુમબર્ગના આ અહેવાલમાં જણાવ્યા મુજબ બ્લેકસ્ટોક હાલ આઈપીઓ લાવવા માટે એડવાઈઝર્સની પસંદગીની કાર્યવાહી કરી રહી છે. બ્લેકસ્ટોનના ભારતીય રિટેલ પોર્ટફોલિયોની વેલ્યુ લગભગ 2.5 અબજ ડોલર જેટલી છે. કંપનીએ પોતાના નેક્સેસ મોલ યુનિટ મારફત આ ભાગીદારી ખરીદેલી છે. રિપોર્ટ મુજબ REITનું લિસ્ટિંગ વર્ષ 2023ના શરુઆતી મહિનાઓમાં જોવા મળી શકે છે. જોકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈપીઓ લાવવાની તૈયારીઓ હાલ પ્રાથમિક ચરણમાં છે અને આગામી દિવસોમાં તેમાં ફેરફાર પણ જોવા મળી શકે છે.

    નેક્સસ મોલ કંપની ભારતના 13 શહેરોમાં 17 જેટલા શોપિંગ સેન્ટર્સને ચલાવે છે. જે કુલ મળીને લગભગ 1 કરોડ સ્ક્વેર ફીટ રિટેલ જગ્યામાં ફેલાયેલ છે. ગ્રુપે ભારતમાં પોતાનો પહેલો મોલ ગુજરાતમાં 2015માં ખરીદ્યો હતો. તેના બાદ કંપનીએ 2020માં પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથે થયેલા એક એગ્રીમેન્ટ મારફત 7 મોલ્સનું અધિગ્રહણ કર્યું હતું.

    1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો આવશે, તમારા પર શું થશે અસર?

    તમને જણાવી દઈએ કે બ્લેકસ્ટોન હાલ ભારતની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની છે. જેમાં રોકાણ કરનારામાં એમ્બસી ઓફિસ પાર્ક્સ REIT પણ સામેલ છે, જે ભારતમાં આઈપીઓ લઈ આવનાર પહેલું પ્રોપર્ટી ટ્રસ્ટ છે. તેના આઈપીઓએ વર્ષ 2019માં 47.5 અબજ રુપિયા ભેગા કર્યા હતા.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Indian Stock Market, IPO News, Nifty 50

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन