Black Friday: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો, જાણો કયા કારણોને લીધે માર્કેટમાં બોલી ગયો કડાકો

સેન્સેક્સમાં કડાકો

Sensex Crash: નબળા વૈશ્વિક સંકેતો અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી ભારતીય શેર બજારમાં આજે કડાકો બોલી ગયો હતો.

  • Share this:
    મુંબઈ: નબળા વૈશ્વિક સંકેતો અને દક્ષિણ આફ્રિકા (South Africa)માં સામે આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ (Coronavirus new variant)થી ભારતીય શેર બજાર (Indian share market crash)માં આજે કડાકો બોલી ગયો હતો. નિફ્ટી50 (Nifty50)માં આજે 500થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે સેન્સેક્સ (Sensex)માં 1680 પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી50 2.91% અને સેન્સેક્સ 2.87% તૂટીને બંધ રહ્યા હતા. ગુરુવારે જ માર્કેટની રફ્તાર ધીમી પડી ગઈ હતી. આજે બપોરે 12:03 વાગ્યે નિફ્ટી50 2.1% ટકાના ઘટાડા સાથે 17,162.30 અંક પર હતો. જ્યારે BSE સેન્સેક્સ પણ ગત બંધથી 1,300 પોઈન્ટ તૂટીને 57,307.08 અંક પર પહોંચી ગયો હતો.

    26 નવેમ્બરના રોજ નિફ્ટી મેટલ અને બેંકને ભારે નુકસાન થયું હતું, સાથે જ તમામ સેક્ટસ લાલ નિશાન પર હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.5 ટકા નીચે હતો તો બેંક ઇન્ડેક્સ 2 ટકા નીચે હતો. નિફ્ટી રિયલ્ટીમાં 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલા ઘટાડા પાછળ કેટલાક કારણો જવાબદાર છે જેની ચર્ચા કરીએ:

    કોવિડ-19ના નવા વેરિઅન્ટના દસ્તક

    વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ મળ્યો હોવાની માહિતી આપી છે. આ વાયરસ ખૂબ વધારે ઘાતક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખૂબ ઝડપથી ફેલાઈ રહેલા આ વાયરસને રોકવા માટે WHO તરફથી ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. ભારત સરકારે દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરીની તપાસ અને ટેસ્ટના આદેશ આપી દીધા છે. આ પહેલા ગુરુવારે જાહેર થયેલી અધિકારિક આંકડામાંથી માલુમ પડે છે કે કોરોના મહામારી શરૂ થયા બાદ જર્મની કોવિડ-19થી મોતનો આંકડો 1 લાખને પાર કરનાર નવો દેશ બની ગયો છે. હાલ આ વેરિઅન્ટનો ભારતમાં પેશારો નથી થયો પરંતુ તેના ડરને પગલે તેની અસર ભારતના બજાર પર જોવા મળી છે.



    એશિયન માર્કેટ લાલા નિશાના પર

    યૂરોપમાં કોરોના વાયરસના કેસ વધવાને પગલે ફરી એક વખત ટ્રેડ અને ટ્રાવેલમાં બાધાની ચિંતા વધી છે. જેના પગલે રોકાણકારોને ઝટકો લાગ્યો છે. આજે એશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કેઈ 225 જ્યારે 800 અંક એટલે કે 2.7 ટકા નીચે, હેંગસેંગ 550 અંક એટલે કે 2.2 ટકા નીચે હતો. ઑસ્ટ્રેલિયન S&P ASX 200 26 નવેમ્બરના રોજ 120 અંક એટલે કે 1.7% નીચે હતો. શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.6% ઘટીને 3,562.09 અંક પર બંધ રહ્યો હતો.

    મેટલ અને ફાઇનાન્સિયલ દબાણ હેઠળ

    નિફ્ટી મેટલ ઇન્ડેક્સ વારે 10:40 વાગ્યે 3 ટકા નીચે હતો, તમામ કૉમ્પોનેન્ટ્સ લાલ નિશાના પર હતા. નિફ્ટી પર સૌથી વધારે વેઇટેજ કરનાર ફાઇનાન્સિયલમાં પણ શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી હતી. શુક્રવારે નિફ્ટી બેંક ઇન્ડેક્સ 2.9 ટકાના ઘટાડા સાથે બિઝનેસ થયો હતો.

    આ પણ વાંચો: ત્રણ દિવસની તેજી બાદ Paytmનો શેર કેમ તૂટ્યો?

    FIIની વેચવાલી

    કોવિડ-19નો ખતરો વધવાના જોખમ સાથે જ ડૉલર મજબૂત થતો દેખાઈ રહ્યો છે. જેના પગલે વિદેશી રોકાણકારે વેચવાલી કરીને પોતાનું રોકાણ અમેરિકન બજારમાં લઈ જઈ રહ્યા છે. 25 નવેમ્બરના રોજ FII તરફથી ભારતીય ઇક્વિટી કેસ માર્કેટમાં 2,300 કરોડ રૂપિયાને વેચવાલી કરવામાં આવી હતી. નવેમ્બરમાં અત્યારસુધી કુલ 25,300 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે. છેલ્લા ચાર સત્રમાં એકલા FIIએ 15,000 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: