Home /News /business /...તો હવે જૂની પેન્શન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહી છે BJP સરકાર? RSS નેતાઓએ નાણામંત્રીને શું સલાહ આપી

...તો હવે જૂની પેન્શન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહી છે BJP સરકાર? RSS નેતાઓએ નાણામંત્રીને શું સલાહ આપી

શું સરકાર હવે જૂની પેન્શન વ્યવસ્થા શરૂ કરશે

ભારતીય મજદૂર સંઘના નેતાઓએ 28 નવેમ્બરે કેન્દ્રીય નાણામંત્રી સાથે મુલાકાત દરમિયાન કર્મચારીઓ માટે જૂની પેન્શન વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાનું સૂચન કર્યુ છે. આ મુદ્દો હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છવાયેલો રહ્યો કારણકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને લાગૂ કરવાનું વચન આપ્યુ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઘણા નેતાઓએ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની સલાહ આપી છે. 21થી 28 નવેમ્બરની વચ્ચે આયોજિત આ બેઠકોમાં સંઘ સાથે જોડાયેલા નેતાઓએ આગામી બજેટમાં 51 ગૌ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવાનું પણ સૂચન કર્યુ છે.

  વધું રોજગારીને સમર્થન આપવા માટે સલાહ


  2024ની ચૂંટણી પહેલા બજેટને લોકપ્રિય બનાવવા માટે પણ સલાહ આપવામાં આવી છે, કે પીએમ કિસાન સમ્માનનિધિ યોજના હેઠળ મોંઘવારી સાથે જોડીને ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન આવકમાં વધારો કરવામાં આવે. આ ઉપરાંત ખાંડની આયાતને પ્રોત્સાહિત કરવા અને વધું રોજગારીને સમર્થન આપવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

  આ પણ વાંચોઃ યૂનિપાર્ટસ ઈન્ડિયાનો IPO મેદાનમાં, પહેલી જ પારીમાં 58 ટકા સબસક્રાઈબ થયો

  અર્થવ્યવસ્થા માટે આત્મનિર્ભરતા વધારવા પર સૂચન


  કેન્દ્રની સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના વૈચારિક સ્ત્રોત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠન હંમેશાથી જ સરકારની રાજકોષિય નીતિના સમર્થનમાં નથી રહ્યા અને તેને બદલવાની સલાહ આપતા રહ્યા છે. ઉદાહરણ તરીકે ગત વર્ષે આરએસએસએ બેરોજગારીનો સામનો કરવા માટે એક પ્રસ્તાવ પાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થા માટે આત્મનિર્ભરતા વધારવા માટે પણ સલાહ આપી હતી, જેથી દેશની અંદર નિર્માણ ઉદ્યોગોનો વિકાસ થઈ શકે અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ પર જોર ઘટાડી શકાય.

  ખેડૂતોની આવક વધારવા ચર્ચા


  આ વખતે પણ સંઘ સાથે જોડાયેલી સંગઠનોએ ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચે દેશી અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર બનાવવા માટે નાણામંત્રીને સૂચન કર્યું હતું. 22 નવેમ્બરે તેમની મુલાકાતમાં ભારતીય કિસાન સંઘના નેતાઓએ નાણામંત્રીને ખેડૂતોની આવક વધારવા અને તેમની મુશ્કેલીઓને ઘટાડવા માટે ચર્ચા કરી હતી અને તેમને મોંઘવારી દર સાથે જોડીને પીએમ કિસાન સમ્માન નિધિની રકમ વધારવા સલાહ આપી હતી.

  આ પણ વાંચોઃ ગજબ બિઝનેસ આઈડિયા! સામાન્ય રોકાણ અને 3 મહિનામાં તો લખપતિ; જુઓ કઈ રીતે?

  ભારતીય કિસાન સંઘના નેતાઓએ કેન્દ્રીય નાણામંત્રી સીતારમણને દેશભરમાં 51 ગૌ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવા માટે પણ સલાહ આપી હતી, જેથી દેશભરમાં ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળી શકે અને તે દિશામાં નવા સંશોઘનો થઈ શકે. બીકેએસએ દેશભરમાં 22,000 હાટ પણ વિકસિત કરવાની સલાહ આપી છે, જેથી ગ્રામીણ સ્તર પર કૃષિ ઉપજને અવકાશ મળી શકે. 2018-19ના બજેટમાં અરુણ જેટલીએ તેના માટે 2,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યુ હતું.

  ‘ધ પ્રિન્ટ’ ના પ્રમાણે સંઘના શ્રમિક સંગઠને ભારતીય મજદૂર સંઘના નેતાઓએ 28 નવેમ્બરે કેન્દ્રીય નાણામંત્રી સાથે મુલાકાત દરમિયાન કર્મચારીઓ માટે જૂની પેન્શન વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાનું સૂચન કર્યુ છે. આ મુદ્દો હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છવાયેલો રહ્યો કારણકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને લાગૂ કરવાનું વચન આપ્યુ છે. જૂની પેન્શન વ્યવસ્થા વર્ષ 2004માં અટલ બિહારી બાજપેયીની સરકારમાં હટાવી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ નવી પેન્શન વ્યવસ્થા લાગૂ કરવામાં આવી હતી.


  ‘ધ પ્રિન્ટ’ સાથે વાત કરતા, બીએમએસના મહાસચિવ રવિન્દ્ર હિમતે કહ્યુ કે, સંગઠને નાણામંત્રી પાસેથી નીતિ માળખા દ્વારા કામદારો માટે સામાજિક સુરક્ષા, ન્યૂનતમ સ્વાસ્થ્ય કવર અને પેન્શન લાભની માંગ કરી છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Bjp government, Business news, Finance Minister, RSS

  विज्ञापन
  विज्ञापन