નરેન્દ્ર મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ 10 જુલાઈની આસપાસ લાવી શકે છે. નામ જાહેર ન કરવાની શરતે એક સરકારી અધિકારીએ મનીકંટ્રોલને જણાવ્યું હતું કે હજુ તારીખ નક્કી થઈ નથી. પીએમ 30 મે એ શપથ ગ્રહણ કરવાના છે. આ પછી ફાઇનાન્સ મિનિસ્ટ્રીની જવાબદારી કયા મંત્રીને આપવામાં આવશે. આ પછી જ અંતિમ તારીખ પણ નિર્ણય કરાશે. જોકે શક્ય છે કે 10 જુલાઈ આસપાસ બજેટ રજુ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય રીતે ચૂંટણી પછી 15 જુલાઈ સુધી બજેટનું કામ ખતમ થઈ જાય છે. આ વર્ષે પણ આમ જ થશે.
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. અરુણ જેટલીની તબિયત સારી ન હોવાથી પીયુષ ગોયલે બજેટ રજુ કર્યું હતું. તે સમયે પીયુષ ગોયલે ગરીબ ખેડૂતો માટે 75,000 કરોડ રુપિયાની પીએમ કિશાન સન્માન નિધિ યોજના શરુ કરી હતી. આ વખતેનું બજેટ પણ ખેડુતો ઉપર ફોક્સ રહેશે.