નવી દિલ્હી: વ્યવસાયમાં રૂપિયો દિવસના લગભગ 11 વાગ્યે 50 મિનિટ પર ડોલરની સામે 70.50 પહોંચ્યો. થોડા સમયમાં 70.52 પણ સ્તરે પહોંચી ગોયો. આ રુપિયાનું ઐતિહાસિક ન્યૂનતમ સ્તર છે.
આ મહિનાની શરૂઆતમાં જ રૂપિયાએ ડોલર સામે 70.39 ની સપાટી વટાવી હતી. મંગળવારે રૂપિયો 70.10 પર પહોંચ્યો. જિયોજિસ્ટ ફાઇનાન્શિયલ સર્વિસના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ઓઇલની વધતી જતી કિંમતને કારણે ચાલુ ખાતાની (સીએડી) અને યુએસ ડોલરની મજબૂતાઈથી ઘરેલુ વિદેશી ચલણ બજાર કેટલાક સમયથી દબાણમાં છે.
ક્યાં સુધી જઇ શકે છે રુપિયો?
કેડિયા કોમોડિટીના પ્રમુખે જણાવ્યુ કે રુપિયામાં અત્યારે વધુ કમજોરનો સંકેત દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો રુપિયો 72 સુધી ટચ કરી શકે છે.
રૂપિયો નબળો પડવાને કારણે સામાન્ય માણસને ચાર મોટા નુકસાન થઇ શકે છે.
વિદેશમાં ફરવું થશે મોંઘું: રૂપિયાની નબળાઈ સાથે, હવે વિદેશ મુસાફરી વધુ ખર્ચાળ થશેકારણ કે તમારે ડોલર ચૂકવવા માટે વધુ ભારતીય રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમે ન્યૂ યોર્ક એર માટે 3,000 ડોલરની ટિકિટ ખરીદી રહ્યાં છો, તો તમારે હવે પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે.
બાળકોનું શિક્ષણ વિદેશમાં મોંઘું થશે: જો તમારું બાળક વિદેશમાં અભ્યાસ કરી રહ્યું હોય, તો તે વધુ ખર્ચાળ હશે. હવે તમારે પહેલાં કરતાં થોડા વધારે પૈસા મોકલવા પડશે. એટલે કે જો ડોલર મજબૂત હોય તો તમારે વધુ પૈસા મોકલવો પડશે. તેથી આ રીતે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીયને વધુ મુશ્કેલી આવી શકે છે.
ડૉલર્સ થશે મજબૂત વધશે મોંઘવારી: ડોલરની મજબુતાઇ સામે ક્રૂડ ઓઇલ પણ ખર્ચાળ બનશે. એટલે કે, ક્રૂડ તેલની આયાત કરતા દેશોને પહેલાના (ડોલરની સરખામણીમાં) વધુ નાણાં ખર્ચવા પડશે. જો તમે ભારત જેવા દેશનું જુઓ તો, ક્રૂડ તેલ ખર્ચાળ હશે, તો સીધા સ્તરે મોંઘવારી વધી જશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર