Bitcoinએ વટાવી 57,000 ડૉલરની સપાટી, શું આ અઠવાડિયે 65,000નો રેકૉર્ડ તોડશે?

Bitcoinએ વટાવી 57,000 ડૉલરની સપાટી, શું આ અઠવાડિયે 65,000નો રેકૉર્ડ તોડશે?

મંગળવારે Bitcoinમાં તેજી જોવા મળી. આ પહેલા પણ રોકાણકારોએ શરત લગાવી હતી કે વિશ્વમાં સૌથી પ્રિય ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) વર્ષની શરુઆતમાં તેજીનો એક રેકોર્ડ સ્થાપિત કરશે.

 • Share this:
  નવી દિલ્હી:  મંગળવારે Bitcoinમાં તેજી જોવા મળી. આ પહેલા પણ રોકાણકારોએ શરત લગાવી હતી કે વિશ્વમાં સૌથી પ્રિય ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) વર્ષની શરુઆતમાં તેજીનો એક રેકોર્ડ સ્થાપિત કરશે. જણાવી દઈએ કે એપ્રિલ, 2021માં બિટકોઈન (Bitcoin) 65,000 ડોલરની ઉંચાઈએ પહોચ્યો હતો. મે મહિના પછી 5 મહિનામાં પહેલી વખત બિટકોઈનની કિંમત 11 ઓક્ટોબરે 57,000 ડૉલરના સ્તરે પહોંચી હતી. Coinmarketcap.com મુજબ, ક્રિપ્ટોકરન્સી પાછલા 24 કલાકમાં 2.32 ટકાની તેજી સાથે 0818 કલાકમાં 56,796 ડૉલરે પહોંચી છે. બિટકોઈનની કિંમતમાં અચાનક આવેલી તેજી પાછળ કેટલાક કારણો જવાબદાર ગણી શકાય છે. જેમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) માટે યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમીશનની મંજૂરી મુખ્ય ગણી શકાય છે. વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતા અને સ્વીકૃતિને કારણે પણ ગત અઠવાડિયામાં બિટકોઈનની રૈલીમાં વધારો થયો હોય તેમ કહી શકાય છે.

  Bitcoinના વોલ્યુમે લોકોમાં સારું આકર્ષણ જમાવ્યું છે, સાથે જ તેની ગતિ પણ સારી છે. ZebPay ટ્રેડ ડેસ્ક કહે છે કે, ચીને મે મહિનામાં લગાવેલા માઈનિંગ પ્રતિબંધની કોઈ પણ અસરો અને પ્રભાવ સંપુર્ણ રીતે સમાપ્ત થઈ ગયો છે અને ફરીથી એક ટ્રિલિયન ડૉલરની સંપત્તિ વર્ગ પણ બન્યો છે.

  ગત એક અઠવાડિયામાં, માર્કેટ કેપિટલાઈઝેશનને કારણે વિશ્વની સોથી મોટી ક્રિપ્ટોકરન્સી એવા બિટકોઈનમાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. હવે બિટકોઈનનું પ્રભુત્વ 46 ટકા સુધીનું થયું છે. હવે વિશ્લેષકો દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, જે પ્રમાણે આ બિટકોઈન રેલીએ રોકાણકારોનો ઉત્સાહ અને વિશ્વાસ વધાર્યો છે, ત્યારે લાંબા ગાળાના બીટીસી (BTC) પ્રાઈઝ પ્રોજેક્શનમાં તેજી જોવા મળશે.

  ZebPay ટ્રેડ ડેસ્ક વધુમાં જણાવે છે કે અસેટે ડાઉનટ્રેન્ડ લાઈન પર એક બ્રેકઆઉટ આપ્યું અને એક હાઈ ટોપ હાયર બોટમનું ફોર્મેશન પણ બનાવ્યું. જેમાં 53,000 ડૉલરની લાંબા સમયની તેજી જોવા મળી. હાલમાં બિટકોઈન 56,000થી 54,000 ડૉલરનાં એક ઉચ્ચ સ્તર પર વેપાર કરી રહ્યો છે. જો આ તેજી 53,000 ડોલર સુધીનું સ્તર જાળવી રાખવા સમર્થ થાય તો આપણે અપેક્ષા કરી શકીએ કે અસેટ્સ આગળ 60,000 ડૉલર સુધીનો વધારો બતાવશે. પણ જો ભાવ 53,000 ડોલરની સપાટીથી નીચે જાય તો 46500 ડૉલર સુધીના સ્તરની અપેક્ષા રાખી શકાય.

  બિટકોઈનમાં આવેલી તેજીની વચ્ચે altcoin માર્કેટ તુલનાત્મક રીતે નીચું જોવા મળ્યું. અહીં ઈથર કાર્ડેનો, પોલકાડૉટ અને ડૉજકોઈને 11 ઓક્ટોબરે ધાર્યો વેપાર કર્યો નથી. Coinmarketcap.com મુજબ પાછલા 24 કલાકમાં ઈથરના ભાવમાં 0.47 ટકાનો ઘટાડો આવ્યો. જે ઘટીને 3460.19 ડૉલરનો થયો. તેની સાથે કાર્ડેનો પણ 5.48 ટકા ઘટીને 2.09 ડૉલર પર આવી ગયો હતો, જયારે પોલકાડોટ 6.17 ટકાના કડાકા સાથે 32.75 ડોલર અને ડૉજકોઈન 4.35ના ઘટાડા સાથે 0.2232 ડૉલર પર બંધ થયા હતા.વઝીરએક્સ ટ્રેડ ડેસ્ક અનુસાર, ટ્રાએંગલ પેટર્ન અનુસાર ઈથેરિયમનો દૈનિક ચાર્ટ દર્શાવે છે કે તે 3.5 હજાર ડૉલરના સ્તરથી ઉપર જઈ શકે છે. આ મહિને ઈથર 4000 ડૉલર નજીક હતો અને ચોક્કસ પણે 5356 ડૉલરના પોતાના એટીએચ (ATH)ને પાર કરશે. બ્લોકચેઈન એનાલિટિક્સ મુજબ આ તમામ વિચારો બાદ પણ ટોટલ ઈથેરિયમના 25 ટકા ગત વર્ષે વિથડ્રો કરી લેવામાં આવ્યા છે.

  આ પણ  વાંચો: આ સરકારી કર્મચારીઓની સુધરી જશે દિવાળી, મળશે રૂ. 18,000 સુધીનું બોનસ

  અમેરિકાની પ્રમુખ ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેપી મૉર્ગને તોજેતરમાં જ પોતાના એક નોટમાં કહ્યું કે, ફુગાવાની દ્રષ્ટીએ બિટકોઈન સોના કરતા સારો વિકલ્પ છે. કથિત રીતે જેપી મૉર્ગને પોતાના નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ બિટકોઈન તરફ પાછા વળ્યા છે. તેઓ કદાચ બિટકોઈનને ફુગાવાના એક સારા વિકલ્પ તરીકે જુએ છે.

  જેપી મૉર્ગને કહ્યું છે કે ત્રીજી ક્રિપ્ટો રેલી રોકાણકારોમાં ફરીથી ફુગાવો થવાની ચિંતાથી પ્રેરિત હતી અને આ રોકાણકારો બિટકોઈનને ફુગાવા વિરુધ્ધ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published: