ફૂગ્ગાની જેમ ફૂલેલા બિટકોઈનના ભાવ 10 ટકાનો કડાકો, બજારમાં જોવા મળી આ અસર

પ્રતીકાત્મક તસવીર

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી કંપની ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે ટેસ્લા કારની ખરીદી બિટકોઈનથી કરી શકાશે

  • Share this:
    ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી કંપની ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે ટેસ્લા કારની ખરીદી બિટકોઈનથી કરી શકાશે. પરંતુ બિટકોઈનની કિંમત 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર પર આવી ગઈ છે. જેની અસર આર્થિક બજારમાં જોવા મળી રહી છે.

    વર્તમાન સમયમાં બિટકોઈન દુનિયામાં સૌથી મોટી ડિજિટલ કરન્સી છે. જે માત્ર યુ એસ સુધી સીમિત છે. એલન મસ્કે ટ્વિટમાં વધુ જણાવ્યું હતું કે જે પણ ચૂકવણી કંપનીને બિટકોઈનથી કરવામાં આવશે તેને બિટકોઈનના રૂપે જ રાખવામાં આવશે.

    શા માટે બિટકોઈનની કિંમતમાં ઘટાડો થયો

    અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે “આર્થિક બજારમાં અસ્થિરતાને કારણે સૌથી જૂની ક્રિપ્ટોકરન્સીદ્વારા ચૂકવણી કરવી યોગ્ય નથી”. આ પ્રકારે રોકાણ કરવાથી જોખમ વધી શકે છે. આ પ્રકારના નિવેદન બાદ આર્થિક બજારમાં બિટકોઈનની કિંમતમાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે બિટકોઈનની કિંમતમાં ઘટાડો થતા તે 52,250 ડોલર પર આવી ગયું છે.

    બિટકોઈનના ભાવમાં શા માટે આવી હતી તેજી

    ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી કંપની ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે તાજેતરમાં ટેસ્લા કારની ખરીદી બિટકોઈનથી કરી શકાશે તેવું ટ્વિટ કર્યું હતું. જે બાદ અનેક કંપનીઓએ બિટકોઈનમાં રોકાણ કર્યું હતું. ટેસ્લા સહિત અનેક કંપનીઓએ ડિજિટલ કરન્સીના ભાગરૂપે બિટકોઈનને મંજૂરી આપી હતી. જેમાં પ્રસિદ્ધ ઈંશ્યોરન્સ કંપની માસ મ્યુચ્યુઅલ, એસેટ મેનેજર ગેલેક્સી ડિજિટલ હોલ્ડિંગ, ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીની પેમેન્ટ કંપની સ્કવૉયરએ પણ બિટકોઈનમાં રોકાણ કર્યું છે. જે બાદ બિટકોઈનથી અનેક લોકોએ રોકાણ કર્યું હતું.
    First published: