Home /News /business /

આ દેશે Bitcoinને બનાવી સત્તાવાર કરન્સી, પરંતુ નાગરિકો કરી રહ્યા છે વિરોધ

આ દેશે Bitcoinને બનાવી સત્તાવાર કરન્સી, પરંતુ નાગરિકો કરી રહ્યા છે વિરોધ

પ્રતીકાત્મક તસવીર

Bitcoin News: આ દેશ હજુ પણ મોટી માત્રામાં બિટકોઈન ખરીદવાની યોજના બનાવી રહ્યો છે.

સેન્ટ્રલ અમેરિકી દેશ El Salvador માં ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Cryptocurrency Bitcoin)ને લિગલ ટેન્ડરને અધિકૃત કરન્સીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મંગળવારે El Salvadorમાં બિટકોઈનને અધિકૃત કરન્સીનો દરજ્જો આપવામાં આવ્યો છે. અલ સલ્વાડોરે થોડાક મહિના પહેલા જ આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. અલ સલ્વાડોરના નાગરિકોને બિટકોઈન પર સહેજ પણ ભરોસો નથી. આ સમય દરમિયાન અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નઈબ બુકેલે (Nyib Bukele)ની સરકારે બિટકોઈનને અધિકૃત કરન્સી તરીકે દરજ્જો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પરથી ગ્રાહકો માટે જોખમોનો હવાલો આપવામાં આવી રહ્યો છે.

અલ સલ્વાડોરે રોલ આઉટ પહેલા 400 બિટકોઈન ખરીદ્યા છે. હાલની કિંમત અનુસાર આ બિટકોઈનની માર્કેટ વેલ્યૂ 2 કરોડ ડોલર છે. આ દેશ હજુ પણ મોટી માત્રામાં બિટકોઈન ખરીદવાની યોજના બનાવી રહ્યો છે. અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નઈબ બુકેલે સૌથી પહેલા 200 બિટકોઈન ખરીદ્યા બાદ આ યોજના અંગે ટ્વિટ કર્યું હતું.

બુકેલે સરકારે દાવો કર્યો છે, કે આ નિર્ણયથી દેશવાસીઓને ફાયદો થશે. વિદેશોમાંથી દર વર્ષે ઘરે મોકલવામાં આવતું રેમિટેંસ ફંડ ઉપર 400 મિલિયન ડોલર ફીની બચત થશે.

બુકેલે સરકારે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ‘આવતીકાલે ઈતિહાસમાં પહેલી વાર સમગ્ર દુનિયાની નજર અલ સલ્વાડોર પર હશે.’ આ ટ્વિટમાં 400 બિટકોઈનની ખરીદી અંગે જાણકારી આપવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ એપ Gemini અનુસાર આ 400 બિટકોઈન 21 મિલિયન વેલ્યૂ પર ટ્રેડ કરી રહ્યા હતા.

અલ સલ્વાડોરના નિર્ણયના સારા પરિણામ જોવા મળશે તો અન્ય દેશ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. સરકારી બિટકોઈન વોલેટ Chivo આ નિર્ણયમાં મદદ કરશે. સલ્વાડોરના રાષ્ટ્રીય આઈડી નંબર પરથી રજિસ્ટર કરતા યૂઝર્સને 30 ડોલરની કરન્સીનો લાભ મળશે. કારોબારીઓએ ગુડ્સ અને સર્વિસના બદલે બિટકોઈનનો સ્વીકાર કરવો પડશે. સરકાર ટેક્સની ચૂકવણી માટે બિટકોઈનનો સ્વીકાર કરશે. આ યોજના અલ સલ્વાડોરના યુવા રાષ્ટ્રપતિનો છે. તેમણે જણાવ્યું છે, કે આ નિર્ણયથી લોકો નાણાકીય સિસ્ટમથી જોડાશે અને પૈસા મોકલવાનું સસ્તુ થઈ જશે.

જૂન મહિનામાં અલ સલ્વાડોરની સંસદે કાયદો પસાર કર્યો હતો. જેની જોગવાઈ અનુસાર પૈસા પણ લીગલ ટેન્ડર હશે અને વસ્તુ કે સેવા માટે યૂએસ ડોલરની જેમ બિટકોઈનનો ઉપયોગ કરી શકાશે. બુકેલે સરકારના આ મહત્વાકાંક્ષી બિલ કોંગ્રેસમાં રજૂ કરતા 24 કલાકમાં જ તેને અપ્રૂવ કરવામાં આવ્યું હતું.

સલ્વાડોરના નાગરિક અને નિષ્ણાંતોએ સવાલ ઊભા કર્યા

ક્રિપ્ટકરન્સી હાઈલી વોલેટાઈલ સંપત્તિ છે. જેનો અર્થ છે, કે ક્રિપ્ટોકરન્સીની કિંમત અસ્થિર હોય છે. ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં તેજીથી વધારો થાય છે અને તેજીથી ઘટાડો થાય છે. તેની કોઈ નિયમન સંસ્થા ના હોવાના કારણે, ક્રિપ્ટોકરન્સીમાં ખૂબ જ જોખમ રહેલું છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાંતો અને નિયામક સંસ્થાઓ તે અંગે પોતાના વિચાર રજૂ કરતા નથી. ક્રિપ્ટોકરન્સીમાં જોખમ રહેલું હોવાના કારણે સલ્વાડોરના નિર્ણય અંગે ખૂબ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં એક ઓપિનિયનમ પોલ પરથી જાણવા મળ્યું છે, કે અલ સલ્વાડોરના 6.5 મિલિયન લોકોએ આ નિર્ણયને સ્વીકાર્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ યૂએસ ડોલરનો ઉપયોગ કરશે. ગયા સપ્તાહે રાજધાની સેન સલ્વાડોરમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં શામેલ એક પ્રદર્શનકારી હોઝે સાંતોસ મેલોરાએ જણાવ્યું કે, ‘બિટકોઈન એક એવી કરન્સી છે, જે વાસ્તવમાં છે જ નહીં.’ આ કરન્સી ગરબોની જગ્યાએ અમીરોને ફાયદો કરાવશે. એક ગરીબ વ્યક્તિ પાસે જમવાના પૈસા નથી, તો તે બિટકોઈનમાં રોકાણ કેવી રીતે કરશે?

સરકારે આ નિર્ણયને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં 200થી અધિક બિટકોઈન ATM લગાવી રહી છે. કેટલાક ATMની જવાનો સુરક્ષા કરી રહ્યા છે, જેથી વિરોધીઓ ATMમાં તોડફોડ ના કરે. બુકેલેએ દાવો કર્યો છે, કે તે ક્રિપ્ટોકરન્સી અપનાવનાર નાગરિકોને 30-30 ડોલર આપશે.

અસંવૈધાનિક આદેશ

પબ્લિક ઓપનિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ધ સેન્ટ્રલ અમેરિકન યુનિવર્સિટીના ડાયરેક્ટર લોરા અંદ્રાદેએ કહ્યું કે, ‘તંત્ર અને સાંસદોએ નાગરિકો સાથે વાતચીત કર્યા વગર આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી નાગરિકોને તેમના જીવનનિર્વાહમાં સુધારાની અથવા રહેણી કરણી સુધરવાની કોઈ જ આશા નથી.’

આ નિર્ણય અંગે લોકોમાં ડર ફેલાવવાના આરોપસર બુકેલેએ વિરોધીઓ પર હુમલો કર્યો છે. અડધાથી વધુ સલ્વાડોરના નાગરિકોએ પોલમાં જણાવ્યું કે, તેમને સરકારી 'Chivo' ઈલેક્ટ્રોનિક વોલેટ ડાઉનલોડ કરવામાં કોઈ રસ નથી. આ વોલેટથી યૂઝર્સ બિટકોઈન ખરીદી શકે છે અને ખર્ચ કરી શકે છે. Salvadoran Foundation for Economic and Social Development (FUSADE) એ જણાવ્યું કે, વેપારીઓને ચૂકવણી તરીકે બિટકોઈનનો સ્વીકાર કરવા માટે કહેવું તે ગૈરબંધારણીય છે.

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) અનુસાર બિટકોઈન સાથે અનેક જોખમ જોડાયેલા છે. એપ્રિલથી મેની વચ્ચે બિટકોઈનનથી કિંમત ઘટીને અડધી થઈ ગઈ હતી. વર્લ્ડ બેન્કે બિટકોઈનને અપનાવવામાં મદદ કરવા માટે અલ સલ્વાડોરની રજૂઆતને નકારી દીધી હતી. IMF એ પર્યાવરણ અને પારદર્શિતા સાથે જોડાયેલ ખામીઓનો હવાલો આપ્યો હતો. તેમણે અત્યાર સુધીમાં પોતાના મોટાભાગના નુકસાનની ભરપાઈ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Bitcoin, Economy

આગામી સમાચાર