Home /News /business /

ધનતેરસ પર સોનું ખરીદનારાઓ માટે ખુશખબર, બદલાઇ જશે આ નિયમ

ધનતેરસ પર સોનું ખરીદનારાઓ માટે ખુશખબર, બદલાઇ જશે આ નિયમ

મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ જ્વેલરી સાથે જોડાયેલ છે.

મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ જ્વેલરી સાથે જોડાયેલ છે.

    ધનતેરસ (Dhanteras 2019) નિમિત્તે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ઝવેરાત ખરીદવાની પણ તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સરકારે 1 ઑક્ટોબરના રોજ સોનાના દાગીનાને લગતા નિયમોની દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે તેની અસર દેશના ઝવેરાત ક્ષેત્ર પર પણ થશે. ઑક્ટોબરની શરૂઆતમાં ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીના માટે (BIS Hallmarking)ને ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરી છે. હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) ને જાણ કર્યા પછી તેનો અમલ કરી શકાય છે.

    નવા નિયમો 2-3-મહિનામાં લાગુ કરી શકાય છે- સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમોની કાર્યવાહી પ્રમાણે આ નિયમો આગામી 2-3 મહિનામાં લાગુ કરવામાં આવશે. ડબ્લ્યુટીઓ દ્વારા નિર્ધારિત નિયમો હેઠળ તેને આ મામલે પહેલા જાણ કરવાની રહેશે. આ પ્રક્રિયામાં લગભગ બે મહિનાનો સમય લાગી શકે છે.

    >> હાલમાં સોનાના ઝવેરાત પર હોલમાર્કિંગ સ્વૈચ્છિક છે. જો કે, આ નિયમ લાગુ થયા પછી તમામધા જવેલર્સને વેચતા પહેલા હૉલમાર્કિંગ લેવી ફરજિયાત રહેશે.

    આ પણ વાંચો: Paytm Goldની ઑફર, 1 રુપિયામાં ખરીદો સોનું



    >> સોનાની હૉલમાર્કિંગનો અર્થ તેની શુદ્ધતાનો પુરાવો છે અને હાલમાં તે સ્વૈચ્છિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે. ડબલ્યુટીઓ પાસેથી મંજૂરી બાદ તેને ફરજિયાત બનાવવામાં આવશે.

    નવા નિયમ સાથે શું થશે - વાણિજ્ય મંત્રાલયે સોનાના ઝવેરાતની હૉલમાર્કિંગ ફરજિયાત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જાહેરનામા બાદ જ આ લાગુ થશે.

    આ પણ વાંચો: તહેવારોમાં આ રીતે ઓળખો મીઠાઇ અસલી છે કે નકલી?



    >> આ નિશાન બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર નિશાન હોય છે. આ લાઇસન્સ લેબમાં સોનાની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી છે.



    >> બીઆઈએસ વેબસાઇટ અનુસાર દેશની આ એકમાત્ર એજન્સી છે કે જેને સોનાના આભૂષણોના હૉલમાર્કિંગ માટે સરકારની મંજૂરી મળી છે.

    >> ઘણા ઝવેરીઓ બી.આઈ.એસ. સેવાનો ઉપયોગ કરવાને બદલે પોતાની જાતે હૉલમાર્કિંગ કરે છે, તેથી ખરીદતા પહેલા જાણવું જોઇએ કે જ્વેલરી બી.આઈ.એસ. હૉલમાર્કિંગ કરે છે કે નહીં.

    >> હાલમાં દેશભરમાં 800 જેટલા હૉલમાર્કિંગ સેન્ટર્સ છે અને માત્ર 40 ટકા જ્વેલરી હૉલમાર્ક કરે છે.

    >> ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે, જે મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પૂરો કરે છે. ભારત દર વર્ષે 700-800 ટન સોનાની આયાત કરે છે.

    >> હાલના નિયમોમાં જ્વેલર્સને હૉલમાર્કિંગ સેન્ટર ખોલવા માટે 10,000 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ સેન્ટર દરેક જ્વેલરી પર 35 રૂપિયા લે છે.

    >> હવે નવા નિયમો હેઠળ સોનાના ઝવેરાતની હૉલમાર્કિંગ ફરજિયાત રહેશે. આ માટે ઝવેરીઓઓ લાઇસન્સ લેવું પડશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    આગામી સમાચાર