1 એપ્રિલથી બોટલવાળું પાણી વેચવું થશે મુશ્કેલ, આપવું પડશે આ સર્ટિફિકેટ!

1 એપ્રિલથી બોટલવાળું પાણી વેચવું થશે મુશ્કેલ, આપવું પડશે આ સર્ટિફિકેટ!
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ પેકેટબંધ પાણી અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ પેકેટબંધ પાણી અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે

  • Share this:
નવી દિલ્હી : ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ પેકેટબંધ પાણી અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત હવેથી પાણીની બોટલો અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે લાયસન્સ મેળવવા માટે અને રજીસ્ટ્રેશન કરવા માટે ભારતીય માનક બ્યુરો(BIS)નું પ્રમાણ પાત્ર મેળવવું ફરજિયાત કરાયું છે. જેને લઈને 1 એપ્રિલથી બોટલોમાં પાણી વેચનારાઓ માટે BIS સર્ટિફિકેટ ફરજીયાત થશે.

આ અંગે FSSAIએ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય આયુક્તોને પત્ર મોકલી જાણકારી આપી છે. જેમ કહેવાયું છે કે, બોટલમાં પાણી વેચતા વિક્રેતાઓ માટે BIS પ્રમાણપત્ર 1 એપ્રિલથી લાગુ કરવામાં આવે.બિઝનેસ શરૂ કરતા પહેલા લાઇસન્સ જરૂરી

FSSAIએ કહ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2008 અંતર્ગત બધા જ ફૂડ બિઝનેસ ઓર્ગેનાઇઝર્સ માટે કોઈ પણ ફૂડ બિઝનેસ શરુ કરતા પહેલા લાઇસન્સ અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. નિયામકે જણાવ્યા મુજબ, કોઈપણ વિક્રેતા ખાદ્ય સુરક્ષા અને માનક (પ્રતિબંધ અને વેચાણ પર અંકુશ) નિયમન, 2021 અંતર્ગત BIS ચિન્હ બાદ જ બોટલબંધ પાણી વેચી શકશે.

આ પણ વાંચો - Explained: રસી લીધા બાદ પણ કોરોનાનો ખતરો તો ખરો જ, નવા અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણ

બોટલવાળા પાણીની ગુણવત્તા નક્કી થશે

FSSAIના આ પગલાને કારણે બોટલમાં મળતા પાણીની ગુણવત્તા નક્કી થઇ શકશે. દેશમાં ઘણી કંપનીઓ બોતલવાળું પાણી વેચે છે. પરંતુ તેમાં ગુણવત્તાયુક્ત પાણી નથી મળતું. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.

લાઇસન્સ રીન્યુ માટે પણ BIS જરૂરી

ઉલ્લેખનીય છે કે, હવે લાઇસન્સ રીન્યુ કરાવવા માટે પણ BIS જરૂરી બનશે. BIS સર્ટિફિકેટ બતાવ્યા વિના હવેથી કંપનીઓનું લાઇસન્સ રીન્યુ નહીં થઇ શકે. એટલું જ નહીં, BIS લાઇસન્સ મળ્યા બાદ જ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ તેમનું વાર્ષિક રિટર્ન ઓનલાઇન ભરી શકશે. તમને જણાવી દઈએ કે, FSSAIના આ નિયમો 1 એપ્રિલ, 2021ના રોજ લાગુ થશે.
Published by:News18 Gujarati
First published:March 30, 2021, 17:25 pm

ટૉપ ન્યૂઝ