આ ભારતીય ફાર્મા કંપનીને મળી કોવિડ 19ની Favipiravir દવા બનાવવાની મંજૂરી

આ ભારતીય ફાર્મા કંપનીને મળી કોવિડ 19ની Favipiravir દવા બનાવવાની મંજૂરી
પ્રતિકાત્મક તસવીર

ડીસીજીઆઈ (DCGI) તરફથી ભારતમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડેન્ટ્સનું ઇત્પાદન અને તેના નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.

 • Share this:
  હૈદરાબાદ : બાયોફોર ઇન્ડિયા ફાર્માસ્યુટિકલ્સ (Biophore India Pharmaceuticals)ને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) પાસેથી કોવિડ 19ની દવા Favipiravir બનાવવાનું લાઇસન્સ મળ્યું છે. આ દવાનો ઉપયોગ કોવિડ 19ના હળવાથી મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ માટે થાય છે. આ ઉપરાંત ડીસીજીઆઈ (DCGI) તરફથી ભારતમાં એક્વિટ ફાર્માસ્યુટિલ ઇન્ગ્રીડેન્ટ્સનું ઉત્પાદન અને તેના નિકાસની મંજૂરી આપવામાં આવી છે.

  Biophore India તરફથી કહેવામાં આવ્યું છે કે સ્થાનિક ભાગીદારીના સહકારથી એપીઆઈ APIની નિકાસ માટેની મંજૂરી મળી છે. આ ઉપરાંત કંપની ભારતમાં ઉત્પાદનનું વેપારીકરણ કરવા માટે પણ અનેક ભારતીય ભાગીદારો સાથે વાતચીત કરી રહી છે. જ્યારે નિકાસ માટે બાંગ્લાદેશ અને ઇજીપ્તની કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.  આ પણ વાંચો : મુસાફરોને કોરોના વાયરસથી બચાવવા ભારતીય રેલવેએ તૈયાર કર્યો નવો કોચ, જાણો શું છે ખાસિયત

  નોંધનીય છે કે હૈદારાબાદ સ્થિત બાયોફોર ઇન્ડિયા ફાર્માસ્યુટિકલની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી. હૈદારાબાદમાં કંપની પાસે 80 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર છે. અહીં દવાઓની ફોર્મ્યુલા તૈયાર થાય છે. કંપનીએ અમેરિકા, ચીન, જાપાન, રશિયા, બ્રાઝિલ, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને યૂરોપિયન સંઘમાં 100ની આસપાસ પેટન્ટ મેળવી છે. કંપની 50થી વધારે દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે.

  આ પણ વાંચો  : દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, જલાલપોરમાં 12 વાગ્યા સુધી 3 ઇંચ ખાબક્યો

  Bioconની આ દવાથી કોરોનાની સારવારમાં મદદ મળશે

  બાયોકૉન બાયોલૉજિક્સ (Biocon Biologics)ને કોવિડ 19ના દર્દીઓ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી મોનોક્લોનલ એન્ટીબોડી Itoliuzumab ઇન્જેક્શનનો ઇમરજન્સી તરીકે ઉપયોગ કરવાની છૂટ મળી છે. કંપની મધ્યમથી ગંભીર કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે બાયોલૉજિકલ દવા ઇટોલિઝુમાબ રજૂ કરશે. આ દવાની એક બોટલની કિંમત આશરે આઠ હજાર રૂપિયા હોઈ શકે છે. Itoliuzumabથી દર્દીઓમાં સાઇટોનિક સ્ટૉર્મ્સની સારવારમાં મદદ મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:July 14, 2020, 14:42 pm