ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરનારી દવાને ભારતમાં પણ મળી મંજૂરી

ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરનારી દવાને ભારતમાં પણ મળી મંજૂરી
Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ જણાવ્યું કે, કોવિડ-19 અસાધારણ પરિસ્થિતિ છે

Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ જણાવ્યું કે, કોવિડ-19 અસાધારણ પરિસ્થિતિ છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોનાની સારવાર માટે DCGI એટલે કે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ Bioconની દવા ટોલીજુમૈબ Itolizumab Injection (આઇટોલીજુમૈબ)ને મંજૂરી આપી દીધી છે. DCGI મુજબ કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકાય છે. કોરોના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ બાદ સંતોષજનક પરિણામ મળી રહ્યા છે. આ ઇન્જેક્શન અનેક વર્ષોથી સિરોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આ દવા ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરવા માટે ઘણા ચર્ચિત રહ્યા છે. તેને લઈને ટોલીજુમૈબ બનાવનારી કંપની Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરી છે.

  ‘કોવિડ-19 અસાધારણ પરિસ્થિતિ છે’  કિરણ શૉએ કહ્યું કે કોરોના જેવી અસધારાણ સ્થિતિમાં જિંદગી બચાવવા માટે યોગ્ય સારવારની જરૂર છે. આપણે આગામી થોડાક દિવસોમાં દસ લાખનો આંકડો સ્પર્શી લઈશું. હાલમાં આપણી સામે મોટો સવાલ છે કે જો ઇન્ફેક્શન રેટ ઉપર પણ જતો રહ્યો તો શું આપણે ડેથ રેટ ઓછો કરી શકીશું? એવા સમયમાં ટોલીજુમૈબ દવા ઘણી કારગર સાબિત થઈ શકે છે. જોકે હજુ તેનું મોટાપાયે ટ્રાયલ નથી કરી શકાયું. DCGIએ આ દવાના ઉપયોગની મંજૂરી મોડરેટથી લઈને ગંભીર દર્દીઓ માટે આપી છે.

  દવાની કિંમત અંગે કિરણ શૉએ શું કહ્યું?

  ટોલીજુમૈબની કિંમતને લઈ કિરણ શૉએ કહ્યું કે, અમે આ દવાની ઉપયોગિતા પણ જોવી પડશે. હાલમાં અમે જિંદગી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવામાં જો તમે કોઈ દર્દીને આઈસીયૂમાં રાખો તો તેનો ખર્ચ પણ ક્યારેક વધુ આવી શકે છે. સરકાર માની રહી છે કે આ દવા લોકો માટે ઘણી અફોર્ડેબલ છે.

  આ પણ વાંચો, કેરળના પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું શું છે રહસ્ય? અત્યાર સુધી કેમ ખોલી નથી શકાયો?

  ‘ક્યૂબમાં ડેથ રેટ ઘટ્યો’

  કિરણ શૉએ કહ્યું ક, ક્યૂબામાં પણ આ દવાના ઉપયોગથી ડેથ રેટ ઘણો ઓછો થયો છે. અમે ટ્રાયલ દરમિયાન આ દવાનો ઉપયોગ મોડરેટથી લઈને ગંભીર દર્દીઓ સુધી કર્યો છે. પરિણામ સારા મળ્યા છે. જો ક્યૂબા આ દવાનો ઉપયોગ કરી પોતાને ત્યાં ડેથ રેટ ઓછો રાખવામાં સફળ થઈ શકે છે તો આપણે કેમ નહીં.

  આ પણ વાંચો, TRAIનો મોટો નિર્ણય, બ્લૉક થયા Airtel અને Vodafone-Ideaના આ પ્લાન્સ

  ‘હેલ્થ સેક્ટરમાં વધુ રોકાણ કરવું પડશે’

  કિરણ શૉએ એમ પણ કહ્યું કે, આપણે હેલ્થકેર સેક્ટરમાં વધુ રોકાણ કરવું પડશે. અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ ઇન્સેન્ટિવની જરૂર છે. એક સમયે જે રીતે આઈટી સેક્ટર પર ધ્યાન આપીને વિકસિત કરવામાં આવ્યું, કંઈક એવું જ હેલ્થ સેક્ટર સાથે પણ કરી શકાય છે.

  કિરણ મજૂમદાર શૉની પૂરી વાતચીત અહીં ક્લિક કરીને વાંચી શકો છો.)
  Published by:Mrunal Bhojak
  First published:July 14, 2020, 07:36 am

  ટૉપ ન્યૂઝ