દિલ્હી: સમયની સાથે પારલે-જી (parle g) બિસ્કિટના પેકેટની સાઇઝ ઘટતી ગઇ છે, પરંતુ તેનો ટેસ્ટ બદલાયો નથી. નાના બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો માટે પણ પારલે-જી બિસ્કિટ ફેવરિટ હોય છે. ટેસ્ટના લીધે આ બિસ્કિટ દરેક વયજૂથ માટે ફેવરિટ રહ્યા છે. ગરીબ હોય કે ધનવાન સુધી તેના ટેસ્ટના દીવાના છે. કંપનીએ સમયની સાથે તેની સાઇઝ કે ક્વોન્ટિટી ઓછી કરી છે, પરંતુ તેની કિંમત આજે પણ માત્ર 5 રૂપિયા જ છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઇન્ડિગો એરલાઇન્સ (indigo airlines)ના કો-ફાઉન્ડર અને એમડી રાહુલ ભાટિયા (Rahul Bhatia) હવાઇ મુસાફરી દરમિયાન ચા અને પાંચ રૂપિયાના પારલે-જીનો આનંદ માણી રહ્યા નજરે પડે છે.
ઉદ્યોગપતિ રાહુલ ભાટિયા પારલે-જી બિસ્કિટને ચાના કપમાં ડુબાવીને ખાતા જોવા મળે છે અને તેમની સામેના ટેબલ પર પારલે-જી બિસ્ક્ટિનો પાંચ રૂપિયાવાળો પેકેટ પડેલો દેખાય છે. જોકે, આ તસવીરથી પારલે-જીની લોકપ્રિયતાનો અંદાજ આવે છે. ગરીબ માટે તો પારલે-જી સફરનો સાથી છે, પરંતુ અબજોપતિ પણ તેના ટેસ્ટના દીવાના છે. રાહુલ ભાટિયા સાદગી માટે ઓળખાય છે. ફોર્બ્સ અનુસાર, રાહુલ ભાટિયા અને તેમના પિતા કપિલ ભાટિયાની રિયલ ટાઇમ નેટવર્થ લગભગ 4.7 અબજ ડોલર (લગભગ 38,000 કરોડ રૂપિયા) છે.
નોંધનીય છે કે, પારલે-જી ભારતમાં ઘરે-ઘરે ઓળખ ઉભી કરનાર બિસ્કિટ બ્રાન્ડ છે. તેના પાંચ રૂપિયાવાળા પેકેટનું ઘણું વેચાણ થાય છે. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન પારલે-જીનું રેકોર્ડ વેચાણ થયું હતું. આ દરમિયાન તેનું એટલું વેચાણ થયું હતું કે પાછલા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો.
ગરીબ-અમીરના ફેવરિટ પારલે-જીની વાત કરીએ તો, તેની શરૂઆત 1929માં થઇ હતી. તે સમયે બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વદેશી આંદોલને ગતિ પકડી હતી. તે સમયે સ્વદેશી ચીજવસ્તુઓના નિર્માણ પર જોર આપવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 1929માં મોહનલાલ દયાળે મુંબઇના વિલે પાર્લેમાં 12 લોકો સાથે મલીને પ્રથમ ફેક્ટરી ચાલુ કરી હતી અને કહેવાય છે કે તેના નામ પરથી જ પારલે-જી નામ આપવામાં આવ્યું હતું. 1938માં પારલે ગ્લુકોઝ નામથી બિસ્કિટનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. 1940-50ના દાયકામાં પારલે કંપનીએ ભારતના પ્રથમ નમકીન બિસ્કિટ મોનાકોનું ઉત્પાદન કર્યું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર