Home /News /business /મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group

મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group

અદાણી સમૂહે જણાવ્યું કે, મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહની હિસ્સેદારી ખરીદવા અને નિયંત્રણ મેળવવા માટેના કરાર થઈ ગયા છે

અદાણી સમૂહે જણાવ્યું કે, મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહની હિસ્સેદારી ખરીદવા અને નિયંત્રણ મેળવવા માટેના કરાર થઈ ગયા છે

નવી દિલ્હીઃ અદાણી સમૂહ (Adani Group) મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહ (GVK Group)ની હિસ્સેદારીનું અધિગ્રહણ કરશે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાનીવાળા સમૂહે સોમવારે કહ્યું કે મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહની હિસ્સેદારી ખરીદવા અને નિયંત્રણ મેળવવા માટેનો કરાર થઈ ગયો છે. નોંધનીય છે કે, કોવિડ-19ના કારણે AIAએ આ વર્ષે જૂનમાં અદાણીને અમદાવાદ, મેંગલુરુ અને લખનઉના એરપોર્ટના પ્રબંધન માટે વધુ ત્રણ મહિના આપ્યા હતા. તેનો અર્થ એવો છે કે અદાણી સમૂહને આ ત્રણ એરપોર્ટના પ્રબંધન માટે 12 નવેમ્બર સુધીનો સમય છે.

અદાણીએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની હિસ્સેદારી ખરીદીઃ અદાણી એન્ટરપ્રાઇઝે શૅર બજારોને મોકલેલી જાણકારીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે જીવીકે એરપોર્ટ ડેવલપર્સના લોનના અધિગ્રહણને લઈ કરાર કર્યો છે. જીવીકે સમૂહની પાસે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL-Mumbai International Airport Limited)ની 50.50 ટકા હિસ્સેદારી છે. લોનને ઇક્વિટીમાં બદલવામાં આવશે.

આ પણ વાંચો, સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!

બંને કંપનીઓએ આ સોદાના નાણાકીય પક્ષનો ખુલાસો નથી કર્યો. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે અદાણી સમૂહ માયલમાં એરપોર્ટ્સ કંપની ઓફ સાઉથ આફ્રિકા (ACSA) તથા બિડવેસ્ટની 23.5 ટકા હિસ્સેદારીના અધિગ્રહણ માટે પણ પગલાં ભરશે.

આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફટકાર્યો 1 રૂપિયાનો દંડ, ન ચૂકવતાં થશે 3 મહિનાની જેલ

તેના માટે તેમણે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCE)ની મંજૂરી મળી ચૂકી છે. આ સોદો પૂરો થયા બાદ જીવીકેની 50.50 ટકા હિસ્સેદારીની સાથે મુંબઈ એરપોર્ટમાં અદાણી સમૂહની હિસ્સેદારી 74 ટકા થઈ જશે.

નોંધનીય છે કે, મોદી સરકારે ગત કેબિનેટ બેઠકમાં સાર્વજનિક, ખાનગી ભાગીદારીના માધ્યમથી AAIન જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને ભાડે આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ આપી છે. એટલે કે ત્રણેય એરપોર્ટ હવે ખાનગી કંપની ચલાવશે. આ વાતની ચર્ચા પહેલાથી જ હતી કે મોદી સરકાર કેટલાક એરપોર્ટ્સને ખાનગી હાથોમાં આપી શકે છે.
First published:

Tags: Airports, Business news, Gautam Adani, અદાણી, એરપોર્ટ, મુંબઇ, મુંબઇ એરપોર્ટ