એક કૉન્ટ્રાક્ટથી બદલાઈ કિસ્મત! Bill Gates ફરી દુનિયામાં સૌથી અમીર

News18 Gujarati
Updated: November 17, 2019, 2:54 PM IST
એક કૉન્ટ્રાક્ટથી બદલાઈ કિસ્મત! Bill Gates ફરી દુનિયામાં સૌથી અમીર
બિલ ગેટ્સે જેફ બેજોસને પછાડીને પેન્ટાગોનનો ક્લાઉડ કમ્પ્યૂટિંગનો કૉન્ટ્રાક્ટ મેળવી બદલી કિસ્મત

બિલ ગેટ્સે જેફ બેજોસને પછાડીને પેન્ટાગોનનો ક્લાઉડ કમ્પ્યૂટિંગનો કૉન્ટ્રાક્ટ મેળવી બદલી કિસ્મત

  • Share this:
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates)ને એક કૉન્ટ્રાક્ટ મળતાં જ તેઓ ફરી દુનિયાના સૌથી અમીર બની ગયા છે. બિલ ગેટ્સે અમેઝોન (Amazon)ના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી જેફ બેજોસ (Jeff Bezos)ને બે વર્ષ બાદ પછાડીને સૌથી અમીર તરીકે પોતાનું નામ નોંધાવી લીધું છે.

ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, ઑક્ટોબર 2017માં બિલ ગેટ્સને પાછળ છોડનારા જેફ બેજોસ હવે બીજી નંબરે આવી ગયા છે. હાલના સમયમાં બિલ ગેટ્સની નેટવર્થ 110 અબજ ડૉલર (લગભગ 7.89 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. બીજી તરફ, જેફ બેજોસની 109 અબજ ડૉલર (લગભગ 7.82 લાખ કરોડ રૂપિયા) છે. શૅરોમાં ઉછાળ એ નિર્ણયથી જોવા મળ્યો છે જેને પેન્ટાગોન (Pentagon) હાલમાં લીધો છે.

મૂળે, થોડા દિવસો પહેલાં સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટને લગભગ 10 અબજ ડૉલરનો મોટો ઑર્ડર મળ્યો છે. જેના કારણે કંપનીના શૅરો (Microsoft Stocks)માં તેજી આવી છે, અને બિલ ગેટ્સની નેટવર્થમાં વધારો થયો છે. બે વર્ષ પહેલા જેફ બેજોસે બિલ ગેટ્સને નંબર-1 પોઝિશનથી ઉતારી દીધા હતા. ગેટ્સને આ પોઝિશન બ્લૂમબર્ગ બિલિનેયર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index)માં મળી છે.

નોંધનીય છે કે, અમેરિકા રક્ષા વિભાગ (US Defence Department) પેન્ટાગોને ગેટ્સની કંપની માઇક્રોસોફ્ટને ક્લાઉડ કમ્પ્યૂટિંગ (Cloud Computing)નો 10 અબજ ડૉલરનો કૉન્ટ્રાક્ટ આપ્યો છે. આ કૉન્ટ્રાક્ટ માટે જેક બેજોસ પણ હોડમાં હતા, પરંતુ તેમને તે ન મળ્યો.

આ પણ વાંચો,

LIC પોલિસીધારકો માટે મોટા સમાચાર, 30 નવેમ્બરથી બંધ થઇ જશે આ પ્લાનહવે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે, સરકારે બદલ્યા નિયમ
First published: November 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading