હવે જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનાઢ્યા વ્યક્તિ નથી! બિલ ગેટ્સ ફરીથી નંબર-1 પર પહોંચ્યા
News18 Gujarati Updated: November 16, 2019, 3:16 PM IST

જેફ બેઝોસ (ફાઇલ તસવીર)
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ (Bloomberg)ના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2017માં બિલ ગેટ્સને પાછળ રાખી દેનારા જેફ બેઝોસ (55) શુક્રવારે બીજા નંબર પર સરકી ગયા હતા.
- News18 Gujarati
- Last Updated: November 16, 2019, 3:16 PM IST
મુંબઈ : એમેઝોન (Amazon)ના સ્થાપક અને CEO જેફ બેઝોસ (Jeff Bezos) હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નથી રહ્યા. તેમનું સ્થાન માઇક્રોસોફ્ટના (Microsoft)ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે (Bill Gates) લીધું છે. બિલ ગેટ્સ ફરીથી દુનિયાના સૌથી ધનાઢ્યા વ્યક્તિ બની ગયા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ (Bloomberg)ના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2017માં બિલ ગેટ્સને પાછળ રાખી દેનારા જેફ બેઝોસ (55) શુક્રવારે બીજા નંબર પર સરકી ગયા હતા. વર્તમાન સમયમાં બિલ ગેટ્સની નેટવર્થ 110 અબજ ડોલર (આશરે 7.89 લાખ કરોડ) રૂપિયા છે. જ્યારે જેફ બેઝોસની નેટવર્થ 109 અબજ ડોલર (આશરે 7.82 લાખ કરોડ) છે.
આવું કેમ થયું?
દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ (Microsoft)ને ગત મહિને 10 અબજ ડૉલરનો મોટો ઑર્ડર મળ્યો છે. આ કારણે કંપનીના શેરમાં તેજી આવી છે, જેની અસર બિલ ગેટ્સની નેટવર્થ પર પડી છે.નોંધનીય છે કે અમેરિકન રક્ષા વિભાગે 25મી ઓક્ટોબરના રોજ માઇક્રોસોફ્ટને 10 અબજ ડોલરનો ક્લાઉડ કોમ્પ્યુટિંગનો કૉન્ટ્રાક્ટ આપ્યો છે. ત્યારથી માઇક્રોસોફ્ટના શેરમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન એમેઝોનના શેરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે માઇક્રોસોફ્ટનો શેર 48 ટકા વધ્યો છે.ટ

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ પ્રમાણે દુનિયાના પાંચ અમીર લોકો :1) બિલ ગેટ્સ (Bill Gates), માઇક્રોસોફ્ટ(Microsoft), કુલ નેટવર્થ 110 અબજ ડોલર, આશરે 7.89 લાખ કરોડ રૂપિયા.
2) જેફ બેઝોસ (Jeff Bezos), અમેઝોન (Amazon), કુલ નેટવર્થ 109 અબજ ડોલર, આશરે 7.82 લાખ કરોડ રૂપિયા.
3) બર્નાર્ડ અરનૉલ્ડ (Bernard Arnault), LVMH, કુલ નેટવર્થ 103 અબજ ડોલર, 7.39 લાખ કરોડ રૂપિયા.
4) વૉરન બફેટ (Warren Buffet), બર્કશાયક હૈથવે, (Berkshire Hathaway), કુલ નેટવર્થ, 86.6 અબજ ડોલર, આશરે 6.21 લાખ કરોડ.
5) માર્ક ઝકરબર્ગ (Mark Zukerberg), ફેસબુક (Facebook), કુલ નેટવર્થ 74.5 અબજ ડોલર, આશરે 5.34 લાખ કરોડ રૂપિયા.

બિલ ગેટ્સ