Bill Gates Divorce: બિલ ગેટ્સ અને મેલિન્ડા થયા અલગ, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે

ફોર્બ્સની 35મી યાદી અનુસાર બિલ ગેટ્સ પાસે હાલ લગભગ 124 બિલિયન ડોલરની સંપત્તિ છે

ફોર્બ્સની 35મી યાદી અનુસાર બિલ ગેટ્સ પાસે હાલ લગભગ 124 બિલિયન ડોલરની સંપત્તિ છે

  • Share this:
નવી દિલ્હી. માઈક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર અને દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં નામ ધરાવતા બિલ ગેટ્સ (Bill Gates) અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ (Melinda Gates)એ પોતાના 27 વર્ષના લગ્ન જીવનને તોડવાનો નિર્ણય કરી લીધો છે. આ અંગે બિલ ગેટ્સે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટર પર પોતાના છૂટાછેડા (Bill Melinda Divorce) અંગે એક નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, અમે બંનેએ ઘણું વિચાર્યા બાદ પોતાનું લગ્નજીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

સાથે જ તેમણે જણાવ્યું કે અમે બંનેએ સાથે મળીને ગત 27 વર્ષોમાં ત્રણ બાળકોને મોટા કર્યા અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill & Melinda Gates Foundation) નામની સંસ્થા બનાવી જે વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય અંગે કામગીરી કરે છે. અમે અમારા આ મિશનને હંમેશા યથાવત રાખીશું અને લોકોની મદદ કરતા રહીશું. ત્યારે અમે તમને આજે બિલ ગેટ્સ અને મેલિન્ડાની સંપત્તિ અંગે જણાવીશું.

આ પણ વાંચો, Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

જાણો, તેઓ કેટલી સંપત્તિના માલિક છે

ફોર્બ્સની 35મી યાદી અનુસાર બિલ ગેટ્સ પાસે હાલ લગભગ 124 બિલિયન ડોલરની સંપત્તિ છે. તેઓ આ યાદીમાં ચોથા નંબરે છે. આ લિસ્ટમાં પ્રથમ સ્થાને જેફ બેજોસ, બીજા નંબરે એલન મસ્ક અને ત્રીજા નંબરે બર્નાર્ડ બર્નાર્ડ અર્નાલ્ડ છે.

દર સેકન્ડે આટલી છે કમાણી

થોડા મહિનાઓ પહેલા જાહેર કરાયેલ રિપોર્ટ્સ અનુસાર બિલ ગેટ્સની દર સેકન્ડની કમાણી 12,054 રૂપિયા છે. એટલે કે તેમની એક દિવસની કમાણી 102 કરોડ રૂપિયા છે. આ અનુસાર જો તેઓ રોજ 6.5 કરોડ રૂપિયા ખર્ચ કરે તો બધા જ રૂપિયા ખર્ચ કરવામાં તેમને 218 વર્ષ લાગી જશે.

27 વર્ષ પહેલા બિલ ગેટ્સ મળ્યા હતા મેલિન્ડાને

બિલ અને મેલિન્ડાની પ્રથમ મુલાકાત 1987માં થઇ હતી. એ વખતે મેલિન્ડાએ માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી શરુ કરી હતી. જે બાદ 1994માં બંનેએ હવાઇના લાની દ્વીપ પર લગ્ન કર્યા હતા. કહેવાય છે કે એ સમયે ભીડ ઓછી કરવા માટે તેમણે બધા જ હેલીકોપ્ટર ભાડે લઇ લીધા હતા.

1970ના દશકમાં બનાવી હતી કંપની

બિલ ગેટ્સે 1970ના દશકમાં માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. આ કંપનીએ બિલ ગેટ્સને ખુબ નામના કમાવી આપી છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

માત્ર 31 વર્ષની ઉંમરમાં બની ગયા અરબપતિ

ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ માત્ર 31 વર્ષની ઉંમરે ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરના અરબપતિ બની ગયા હતા. જોકે, વર્ષ 2008માં 23 વર્ષની ઉંમરે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે બિલ ગેટ્સનો આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બિલ ગેટ્સ પોતાની સંપત્તિ મનપસંદ વૃક્ષના જતનથી લઈને લક્ઝરી કાર્સ પાછળ ખર્ચે છે. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે દાન કરવાનો છે.
First published: