માત્ર 9 રૂપિયામાં જાઓ વિદેશ, 'બિકિની' એરલાઈન્સ વિયતજેટ આપી રહી છે મોકો

News18 Gujarati
Updated: August 20, 2019, 10:47 PM IST
માત્ર 9 રૂપિયામાં જાઓ વિદેશ, 'બિકિની' એરલાઈન્સ વિયતજેટ આપી રહી છે મોકો
વિયતજેટ નવી દિલ્હીથી ચિન-મિન-સિટી અને હનોઈના નવા રૂટ પર નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરશે

વિયતજેટ, ભારત અને વિયતનામ વચ્ચે સીધી ઉડાન શરૂ કરવા જઈ રહી છે. જેથી આ શાનદાર ઓફર આપી રહી છે.

  • Share this:
ઓછા બજેટમાં વિદેશ ફરવાની ઈચ્છા રાખતા લોકો માટે ખુશખબર છે. વિયેતનામની લો કોસ્ટ એરલાઈન્સ વિયતજેટ બંપર ઓફર લાવી છે. વિયતજેટ એરલાઈન્સ માત્ર 9 રૂપિયામાં વિયતનામની ફ્લાઈટ ટિકિટ આપી રહી છે. વિયતજેટ, ભારત અને વિયતનામ વચ્ચે સીધી ઉડાન શરૂ કરવા જઈ રહી છે. જેથી આ શાનદાર ઓફર આપી રહી છે.

ક્યાં સુધી છે આ ઓફર
વિયતજેટ એરલાઈન્સે ત્રણ દિવસનીની ગોલ્ડ ડેજ ઓફર શરૂ કરી છે, જે 20 ઓગસ્ટથી શરૂ થઈ 22 ઓગસ્ટ સુધી ચાલશે. વિયતજેટ નવી દિલ્હીથી ચિન મિન સિટી અને હનોઈના નવા રૂટ પર નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરશે. આ ઓફર હેઠળ 9 રૂપિયાના બેસ ફેરમાં હવાઈ ટિકિટ મળી રહી છે. આ ફેરમાં વૈટ, એરપોર્ટ ફી અને અન્ય ચાર્જ સામેલ નથી.

આવી રીતે બુક કરો ટિકિટ
કસ્ટમર્સ www.vietjetair.com વેબસાઈટ પર જઈ ટિકિટ બુક કરી શકે છે. આ સિવાય વિયતજેટ એર મોબાઈલ એપનો ઉપયોગ કરીને પણ 6 ડિસેમ્બર 2019થી 28 માર્ચ 2020 સુધી ટિકિટ બુક કરાવી શકે છે.

આ છે ફ્લાઈટ શિડ્યૂલનવી દિલ્હીથી 6 ડિસેમ્બર 2019થી દર અઠવાડિયે સોમવારે, બુધવારે, શુક્રવારે અને રવિવારે ચાર રિટર્ન ફ્લાઈટ હો-ચિ-મિન સિટી માટે જશે, જ્યારે હનોઈથી નવી દિલ્હી રૂટ પરિચાલન 7 ડિસેમ્બર 2019થી દર અઠવાડીયે મંગળવારે, ગુરૂવારે અને શનિવારે હશે.

ફ્લાઈટ ટાઈમિંગ
હો-ચિન-મિન સિટીથી ફ્લાઈટ સાંજે 7.00 કલાકે ઉડાન ભરશે અને રાત્રે 10.50 મિનીટ પર દિલ્હી પહોંચશે. નવી દિલ્હીથી રિટર્ન ફ્લાઈટ રાત્રે 11.50 મિનીટ પર ઉડાન ભરશે અને સવારે 6.10 મિનીટ પર હો-ચિન-મિન સીટી પહોંચશે.
First published: August 20, 2019, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading