ન્યૂઝ18 ગુજરાતી: બીકાનેરી નમકીનનો સ્વાદ મલ્ટીનેશનલ કંપનીઓ પર ભારે પડી રહ્યો છે. આંકડા પ્રમાણે, બીકાનેરી નમકીને વર્ષ 2018માં રેકોર્ડ 7,042 કરોડ રૂપિયાના સ્નેક્સ વેચ્યા છે. આ ભારતના કુલ પેક સ્નેક્સ માર્કેટના ચોથા ભાગથી વધુની કમાણી છે.
મલ્ટીનેશનલ કંપનીઓ પર ભારે પડે છે
ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે, નીલસન ડાટાએ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, હલ્દીરામ, બીકાજી અને બીકાનેરવાલાએ વર્ષમાં 7,042 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. પશ્ચિમી રાજસ્થાનના અગ્રવાલ પરિવારને પેપ્સિકો અને ITC જેવી કંપનીઓને બહાર કરવામાં મદદ મળી.
હલ્દીરામ સંસ્થાપક પરિવારમાં ચોથી પેઢીના કમલ અગ્રવાલે કહ્યું કે, ભુજીયા બિઝનેસ અમારા લોહીમાં છે. છેલ્લા 80 વર્ષથી અમે આ કામ કરી રહ્યાં છે. સમગ્ર પરિવારને સામેલ કરવાની સાથે બ્રાન્ડ સ્વામિત્વની ભાવના વધુ હોય છે. આમાં ઝડપથી નિર્ણય લેવાનો હોય છે અને ગ્રાહકોના ટેસ્ટમાં અમે માર્કેટની નશ જાણીએ છે.
વર્ષ 1937માં આ પરિવારે બીકાનેરમાં એક નાનકડી દુકાનમાં વેપારની શરૂઆત કરી હતી. વિવાદો અને ઉતાર-ચઢાવ બાદ આ બિઝનેસનું વિસ્તરણ થયું. આમાં હલ્દીરામ સૌથી મોટી બ્રાન્ડ છે. આ પરિવારના લેબલમાં બીકાનેરવાલા, ભીખારામ ચંદામલ, બીકાજી અને બીકાનો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, હલ્દીરામે બે વર્ષ પહેલાં ભારતમાં પેપ્સિકોને પાછળ છોડ્યું હતું અને 2018માં 5,532 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર