Home /News /business /Bikaji Foods IPO Allotment: બીકાજીમાં અલોટમેન્ટ બાદ કેટલો છે GMP, લિસ્ટ થતાં હોલ્ડ રાખવા કે વેચી દેવા?

Bikaji Foods IPO Allotment: બીકાજીમાં અલોટમેન્ટ બાદ કેટલો છે GMP, લિસ્ટ થતાં હોલ્ડ રાખવા કે વેચી દેવા?

બીકાજીના શેર તમને લાગ્યા હોય તો લિસ્ટિંગ પર રાખવા કે વેચી દેવા?

Bikaji Foods IPO GMP: બીકાજી ફૂડ્સના આઈપીઓમાં શેર ફાળવણી પછી, બધાની નજર હવે લિસ્ટિંગ તારીખ પર છે, જે 16 નવેમ્બર 2022 ના રોજ થવાની સંભાવના છે. ગઈ કાલે બિકાજી ફૂડ્સના IPO એલોટમેન્ટ સ્ટેટસની જાહેરાત કરવામાં આવી હતી.

    મુંબઈઃ Bikaji Foods IPO 3 નવેમ્બરના રોજ ખૂલ્યો હતો અને 7 નવેમ્બરના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ તેની કુલ સાઈઝના 26.67 ગણાથી વધુ ભરાયો હતો. જે બાદ 10 નવેમ્બરના દિવસે આ આઈપીઓમાં અલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. ફાળવણી પછી, બધાની નજર હવે IPO લિસ્ટિંગ તારીખ પર છે, જે 16 નવેમ્બર 2022 ના રોજ થવાની સંભાવના છે. ગઈ કાલે બિકાજી ફૂડ્સના IPO એલોટમેન્ટ સ્ટેટસની જાહેરાત કરવામાં આવી હતી. જેમણે પબ્લિક ઈશ્યુ માટે બિડ કરી છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ BSE વેબસાઈટ bseindia પર લોગઈન કરીને તેમની અરજીનું સ્ટેટસ ઓનલાઈન તપાસે.

    Link Intime India Pvt Ltd ને Bikaji Foods IPO માટે સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન, બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડનો શેર આજે ગ્રે માર્કેટમાં ઈક્વિટી શેર દીઠ ₹40ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

    Bikji Foods IPO GMP


    બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે બિકાજી ફૂડ્સ IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આજે ₹40 છે, જે શુક્રવારના ₹35ના GMP કરતાં ₹5 વધારે છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં બિકાજી ફૂડ્સનો IPO GMP લગભગ ₹15 થી વધીને ₹40 થયો છે. ભારતીય શેરબજાર ત્રણ સત્રો (મંગળવાર, બુધવાર અને ગુરુવાર)માં ઘટાડા પછી શુક્રવારે જોરદાર રીકવરી કરી હતી.

    GMPનો અર્થ શું છે


    બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે બિકાજી ફૂડ્સનો IPO GMP આજે રૂ. 40 પર છે, જેનો અર્થ છે કે ગ્રે માર્કેટને અપેક્ષા છે કે આ IPO રૂ. 340ના સ્તર (300 + 40)ની આસપાસ લિસ્ટ થશે. જણાવી દઈએ કે બીકાજી ફૂડ્સની આઈપીઓ કિંમત બેન્ડ કરતા લગભગ 13 ટકા વધુ છે. તેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 285 થી રૂ. 300 નક્કી કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

    કંપનીનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) પર આધારિત છે. IPO હેઠળ 2,93,73,984 ઇક્વિટી શેરને ઓફર ફોર સેલ (OFS) કરવામાં આવ્યા છે. આ માટે પ્રતિ શેર 285 થી 300 રૂપિયાની કિંમતની રેન્જ નક્કી કરવામાં આવી છે. અગાઉ બિકાજી ફૂડ્સે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 262 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો IPO 7 નવેમ્બરે બંધ થયો હતો.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

    બિકાજી ફૂડ્સ IPO અલોટમેન્ટ સ્ટેટસ


    3 થી 7 નવેમ્બર 2022 સુધીના ત્રણ દિવસની બિડિંગ પછી, Bikaji Foods IPO 26.67 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે રિટેલ ગ્રાહકો માટે આરક્ષિત ભાગ 4.77 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જો કે, પબ્લિક ઇશ્યુના QIB ભાગને બિડર્સ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો કારણ કે તે 80.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, IPO News, Share market, Stock market Tips

    विज्ञापन
    विज्ञापन