Home /News /business /Bikaji Foods IPO: બીજા જ દિવસે પૂરો સબ્સ્ક્રાઈબ થયો IPO, રિટેલ રોકાણકારોએ લગાવી 1.75 ગણી વધારે બોલી

Bikaji Foods IPO: બીજા જ દિવસે પૂરો સબ્સ્ક્રાઈબ થયો IPO, રિટેલ રોકાણકારોએ લગાવી 1.75 ગણી વધારે બોલી

બીકાજીનો આઈપીઓ રોકાણકારોને તો ખૂબ જ પસંદ આવી રહ્યો છે પરંતુ નિષ્ણાતો આ શું કહી રહ્યા છે.

Bikaji Foods IPO Day 2: બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના આઈપીઓનો આજો બીજો દિવસ છે અને રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. IPO દ્વારા બીકાજી કુલ 881.22 કરોડનું ફંડ એકઠું કરવા માગે છે. જેમાંથી 262 કરોડનું ફંડ તેમને પહેલાથી જ એંકર રોકાણકારો પાસેથી મળી ચૂક્યું છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના આઈપીઓમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાસ્તા અને મીઠાઈઓનું વેચાણ કરતી કંપની બીકાજી ઈન્ટરનેશનલ ફૂડ્સની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આજે 4 નવેમ્બરે બિડ ખોલવાના બીજા દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. બપોરે 4 વાગ્યે, આ અહેવાલ લખાય છે ત્યારે બીકાજી ફૂડ્સના IPOને રોકાણકારો તરફથી કુલ 1.08 ગણી ઊંચી બિડ મળી હતી. બીકાજી ફૂડ્સના IPOને રિટેલ રોકાણકારો તરફથી સૌથી વધુ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાય છે, જેમણે અત્યાર સુધીમાં પોતાના આરક્ષિત ભાગમાં 1.75 ગણી વધુ બિડ કરી છે. કંપનીએ કર્મચારીઓ માટે આરક્ષિત શેરના હિસ્સામાં અત્યાર સુધીમાં 1.04 ગણી વધુ બિડ મેળવી છે.

  બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) એ અત્યાર સુધી તેમના માટે આરક્ષિત શેરના 94 ટકા સબસ્ક્રાઇબ કર્યો છે. તેમજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) એ અત્યાર સુધી તેમના અનામત શેરના માત્ર 2 ટકા સબસ્ક્રાઇબ કર્યા છે.

  આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

  બીકાજી ફૂડ્સનો IPO 7 નવેમ્બરે બંધ થશે


  બીકાજી ફુડ્સનો આઇપીઓ ગુરુવારે 3 નવેમ્બરના દિવસે ખૂલ્યો હતો. રાજસ્થાનમાં મુખ્ય મથક ધરાવતી કંપનીએ IPO હેઠળ કુલ 2.1 કરોડ શેર વેચાણ માટે મૂક્યા છે. કંપનીનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે અને હાલના રોકાણકારો અને પ્રમોટર્સે લગભગ 881 કરોડના શેર વેચાણ માટે મૂક્યા છે.

  Bikaji Foods IPOમાં ઓછામાં ઓછા 15,000નું રોકાણ


  બીકાજી ફૂડ્સે પોતાના આઈપીઓ માટે રુપિયા 285-300નો પ્રાઇસ બેન્ડ રાખ્યો છે. રિટેલ રોકાણકારો લોટ મુજબ IPO માટે બિડ કરી શકે છે. કંપનીના 1 લોટમાં 50 શેર હશે. આનો અર્થ એ છે કે રોકાણકારોએ 1 લોટની બિડ કરવા માટે 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકાય છે.

  આ પણ વાંચોઃ પહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

  એંકર રોકાણકારો પાસેથી 262 કરોડ રુપિયા મેળવ્યા


  બીકાજી પોતાના IPOમાંથી રુપિયા 881.22 કરોડ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. જે દરમિયાન કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 262 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. 300ના ભાવે શેર ફાળવ્યા છે. એન્કર રોકાણકારોમાં Government of Singapore, ICICI Prudential, HDFC Mutual Fund, Nippon Life India, Aditya Birla Sun Life, Whiteoak Capital, Blackrock Global Funds, Goldman Sachs, Morgan Stanley અને Kotak Mutual Fund સમાવેશ થાય છે.

  બીકાજી ફૂડ્સ IPO: નિષ્ણાતોની શું છે સલાહ?


  બ્રોકરેજ ફર્મ ચોઈસ બ્રોકિંગના એનાલિસ્ટ રાજનાથ યાદવે જણાવ્યું કે, 'કંપની જે બજારમાં કામ કરે છે તેમાં નાની નાની કંપનીઓનું વર્ચસ્વ છે.” ઊંચા મૂલ્યાંકન છતાં BKGના ઓછા ઓપરેટિંગ માર્જિનનું આ કારણ હોઈ શકે છે અને ઊંચા ફુગાવા વચ્ચે બીકાજીના નફાનું માર્જિન આગળ પણ ટકે તે અંગે અમને વિશ્વાસ નથી. તેથી, અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે તેઓ સાવધાની સાથે આ ઈશ્યુ પર સબ્સ્ક્રાઇબ કરે.

  આ પણ વાંચોઃ કમુરતાં પૂરા થતાં જ સોના-ચાંદીમાં પણ ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

  જ્યારે બ્રોકરેજ ફર્મ જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના એનાલિસ્ટો કહે છે કે બીકાજીનો ઇશ્યૂ ઘણો મોંઘો લાગે છે. જોકે, વિશ્લેષકોએ ઈશ્યૂમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે જે રોકાણકારો વધારે જોખમ લેવા સક્ષમ છે તેઓ આ ઈસ્યુમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરી શકે છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, IPO News, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन