Home /News /business /Bikaji Foods IPO: છેલ્લા દિવસે GMPમાં આવ્યો જબરો ઉછાળો, 5.89 ગણો વધુ ભરાયો
Bikaji Foods IPO: છેલ્લા દિવસે GMPમાં આવ્યો જબરો ઉછાળો, 5.89 ગણો વધુ ભરાયો
બીકાજી ફૂડ્સના આઈપીઓમાં રોકાણકારો માટે GMP આપી રહ્યા છે મોટા સંકેત
Bikaji Goods GMP: ગત અઠવાડિયે શેરબજારમાં એકસાથે આવેલ બે આઈપીઓ મેદાન્તા અને બીકાજી પૈકી બીકાજીના આઈપીઓને રોકાણકારોનો ભરપૂર સાથ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ આઈપીઓ તેની કુલ સાઈઝના 5.89 ગણો ભરાયો છે. જ્યારે કેટેગરીવાઈઝ વાત કરીએ તો ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) ની કેટેગરીમાં સૌથી વધુ 12.29 ગણો વધુ ભરાયો છે. તો રિટેલ કેટેગરીમાં આ આઈપીઓ 3.5 ગણો વધુ ભરયો છે.
મુંબઈઃ મીઠાઈ અને ફરસાણ બનાવતી કંપની બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલનો આઈપીઓ માટે આજે સોમવાર 7 નવેમ્બરનો દિવસ છેલ્લો દિવસ છે. રોકાણકારો આજે સાંજે 5 વાગ્યા સુધી આ આઈપીઓમાં બોલી લગાવી શકશે. તેવામાં સ્ટોક એક્સચેન્જ પર હાલ મળતી જાણકારી મુજબ આજે બપોરે 1 વાગ્યા સુધીમાં બીકાજીના ફૂડ્સનો આઈપીઓ 5.89 ગણો વધુ છલકાયો છે. કેટેગરીવાઈઝ જોઈએ તો સૌથી વધુ બોલી ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ(QIB) દ્વારા લગાવવામાં આવી છે. તેમણે તેમના રિઝર્વ ભાગમાં લગભગ 12.29 ગણી વધારે બોલી લગાવી છે. જ્યારે રિટેલ રોકાણકારોએ પણ 3.5 ગણી વધુ બોલી લગાવીને આઈપીઓને છલકાવી દીધો છે.
બીકાજી ફૂડ્સનો આઈપીઓ અન્ય કેટેગરીમાં પણ છલકાયો છે. જેમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) દ્વારા પોતાના રિઝર્વ ભાગના 3.12 ગણા વધુ બોલી લાગી છે. જ્યારે એપ્લોયી ક્વોટામાં હજુ સુધી 2.45 ગણી વધુ બોલી લાગી છે.
3 નવેમ્બરે ખૂલ્યો હતો Bikaji Foodsનો IPO
બીકાજી ફૂડ્સનો 881 કરોડ રુપિયાનો આઈપીઓ 3 નવેમ્બરના દિવસે ખૂલ્યો હતો. કંપનીનો આઈપીઓ પૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. હાલના રોકાણકારો અને પ્રમોટર્સ લગભગ 881 કરોડ રુપિયાના શેર વેચવા માટે રાખ્યા છે.
આ શેર્સ માટે 285થી 300 રુપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રાઈસ બેન્ડના ઉપરના સ્તરે રુ.300 દ્વારા કંપની આ આપીઓ મારફત 900 કરોડ રુપિયા એકઠાં કરવાની તૈયારી કરી રહી છે. બીકાજી ફૂડ્સના આઈપીઓ માટે રોકાણકારોએ ઓછામાં ઓછી 50 શેર્સની બોલી લગાવવી પડશે. આ રીતે એક રીટેલ રોકાણકારે ઓછમાં ઓછા 15000 રુપિયા (300x 50 શેર) નું રોકાણ કરવું પડી શકે છે.
Bikaji Foods IPO GMP Today
બજારના જાણકારો મુજબ બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આજે ઉછાળો આવ્યો છે. બીકાજી ફૂડ્સના ગ્રે માર્કેટમાં ભાવ ઉછાળો આવ્યો છે. આ પહેલા શુક્રવારે તેનો GMP 27 રુપિયા હતો. જોકે સ્ટોક માર્કેટના જાણકારોનું માનવું છે કે કોઈપણ આઈપીઓમાં સાહસ ખેડવા માટે ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ પર જ આધાર ન રાખવો જોઈએ.
આ IPO માટે આજે બોલી બંધ થયા બાદ 16 નવેમ્બરના રોજ શેર્સનું એલોટમેન્ટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે બીકાજી ફૂડ્સ દેશની ત્રીજી મોટી પારંપરિક નાસ્તા કંપની છે. કંપની મુખ્ય રુપે 6 કેટેગરીમાં ઉત્પાદન બનાવે છે. જેમાં ભુજીયા, ફરસાણ, પેકેજ સ્વીટ્સ, પાપડ અને વેસ્ટર્ન સ્નેક્સ સામેલ છે.
એક્સપર્ટની શું સલાહ છે?
બ્રોકરેજ ફર્મ ચોઈસ બ્રોકિંગના એનાલિસ્ટ રાજનાથ યાદવે કહે છે કે 'કંપની જે ફૂડ માર્કેટમાં ઓપરેટ કરે છે તેમાં નાની નાની કંપનીઓનો દબદબો છે. વધુ વેલ્યુએશન છતાં બીકાજી માટે આ ઓછા ઓપરેટિંગ માર્જિનનું કારણ બની શકે છે. સતત વધતી મોંઘવારી વચ્ચે અમે બીકાજીના પ્રોફિટી માર્જિનને યથાવત રહેશે તેને લઈને આશાવાન નથી. આ માટે આ આઈપીઓમાં અમે રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપીએ છીએ.'
જ્યારે બ્રોકરેજ ફર્મ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસસના એનાલિસ્ટ બીકાજીના ઈશ્યુને મોંઘો ગણાવે છે. જોકે એનાલિસ્ટ્સે આ આઈપીઓમાં રોકાણ માટેની સલાહ આપી છે. પરંતુ સાથે કહ્યું છે વધુ રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો આમાં થોડા સમય માટે રુપિયા લગાવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર