લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC IPO) મંગળવારે BSE અને NSE પર લિસ્ટ થઇ ગઇ છે. આ દેશના ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ હતો અને લોકોને તેનાથી ઘણી આશા હતી પરંતુ એ આશા પર પાણી ફરી ગયું અને એલઆઇસીએ 9% ના ડિસ્કાઉન્ટ સાથે ડેબ્યૂ કર્યુ. ફક્ત એલઆઇસી જ નહીં પરંતુ ઘણા બધા એવા આઇપીઓ હતા જેમણે નામ બડે ઔર દર્શન છોટેની કહેવતને સાચી સાબિત કરી.
આ કંપનીઓમાં LIC સિવાય પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (One97 Communications), રિલાયન્સ પાવર (Reliance Power), કોલ ઇન્ડિયા (Coal India) અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (General Insurance Corporation) સામેલ છે. આ આઇપીઓએ રોકાણકારોના 20થી લઈને 97 ટકા પૈસા ડૂબાડી દીધા છે.