ન્યૂઝ 18 ગુજરાતી : RBIની ક્રેડિટ પોલિસીના દિવસે શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. બેન્કિંગ શેરોમાં ચારે બાજુની વેચાવલીના કારણે બજારના અંતે સેન્સેક્સમાં 553.82 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. બજાર દિવસના અંતે 38529.72 અંક પર બંધ રહ્યું હતું, જ્યારે નિફ્ટી 117.90 પોઇન્ટના પછડાટ સાથે 11,843.75 પોઇન્ટ પર બંધ રહ્યું હતું. આ વર્ષે પહેલી વાર સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો મોટો કડાકો બોલ્યો છે.
બજારમાં વેચાવલીના પગલે એક દિવસમાં રોકાણકારોના રૂપિયા 2.19 લાખ કરોડ ડૂબી ગયા છે. કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઑટો, અને સિમેન્ટ સેક્ટરમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. આજે નિફ્ટીના ટોપ 50માંથી 36 શેરોમાં વેચાવલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 30માંથી 24 શેરોમાં વેચાવલી જોવા મળી હતી.
એક્સપર્ટના જણાવ્યા મુજબ ચારેબાજુ વેચાવલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે DHFLના બોન્ડ ડિફોલ્ટ થયા બાદ અન્ય એનબીએફસી અંગે પણ ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. એવી શક્યતા છે કે આગામી સમયમાં એનબીએફસી કંપનીઓ ડિફૉલ્ટ જાહેર થઈ શકે છે.
સૌથી મોટો કડાકો બેન્કિંગ શેરોમાં
બેન્કિંગ શેરોમાં આજે સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. પીએસયૂ બેન્ક ઇન્ડેક્સ 4.5 ટકાના ઘટાડા સાથે નીચે પટકાયું હતું જ્યારે જ્યારે નિફ્ટીમાં 650 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. બજાર પટકાતા બીએસઈની માર્કેટ કેપ 1,53,20,367.21 કરોડ રૂપિયા થઈ ગઈ હતી જ્યારે એક દિવસ પહેલાં બજારની માર્કેટ કેપ 1,55,41,431.31 હતી. એક દિવસમાં રોકાણકારોના 2.19 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર