Home /News /business /

Electric Vehicle Fire: એક સાથે 20 ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં લાગી આગ, કંપનીએ શરૂ કરી તપાસ

Electric Vehicle Fire: એક સાથે 20 ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં લાગી આગ, કંપનીએ શરૂ કરી તપાસ

ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ

Electric Vehicle Fire: મળેલી માહિતી પ્રમાણે જે ટ્રકમાં સ્કૂટર્સને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા તેમાં કુલ 40 સ્કૂટર્સ હતા. જેમાંથી 20 સ્કૂટર્સમાં આગ લાગી ગઈ હતી.

    મુંબઈ: ઇલેક્ટ્રિક સ્કૂટર્સ (Electric Scooters)માં આગ લાગ્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. આ વખતે આશરે 20 જેટલા બ્રાન્ડ ન્યૂ સ્કૂટર્સમાં આગ લાગી છે. આ તમામ સ્કૂટર્સ કથિત રીતે જિતેન્દ્ર ઇવી (Jitendra EV) કંપનીના હતા. ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં લાગેલી કદાચ આ અત્યારસુધીની સૌથી મોટી આગ છે. આ બનાવ નાશિક (Nashik) ખાતે નવમી એપ્રિલના રોજ બન્યો હતો. આગ લાગી ત્યારે સ્કૂટર્સને એક ટ્રકમાં ટ્રાન્સપોર્ટ (Transport) કરવામાં આવી રહ્યા હતા.

    મળેલી માહિતી પ્રમાણે જે ટ્રકમાં સ્કૂટર્સને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા તેમાં કુલ 40 સ્કૂટર્સ હતા. જેમાંથી 20 સ્કૂટર્સમાં આગ લાગી ગઈ હતી. જિતેન્દ્ર ઇવી તરફથી મીડિયાને કહેવામાં આવ્યું છે કે, તેમણે આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

    કંપનીનું નિવેદન


    કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ કમનસિબ બનાવ 9મી એપ્રિલના રોજ ફેક્ટરીના ગેટ નજીક બન્યો હતો. અમારી ટીમને આગની જાણ થતા જ બહુ ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. અમે આગ લાગવાના મૂળી સુધી પહોંચી રહ્યા છીએ. બહુ ઝડપથી અમે આગ લાગવાના કારણના મૂળ સુધી પહોંચીશું. અમારા માટે સુરક્ષા પ્રાથમિકતા છે."

    આ પણ વાંચો: અદાણી જૂથનો આ શેર મહિનામાં 50% ભાગ્યો, શું તમારી પાસે છે?

    ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં સતત આગના બનાવને પગલે ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ ઉનાળાની શરૂઆત બાદ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાનો આ છઠ્ઠો બનાવ છે. આ પહેલા ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં પણ આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. જે બાદમાં ઓલ સ્કૂટર માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.

    સરકારે રિપોર્ટ માંગ્યો


    સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સ્કૂટર્સમાં આગ લાગી હોવાના બનાવો અંગે જાણકારી છે. આ મામલે સરકાર તરફથી કંપનીનું નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત રોડ મંત્રાલયે ઓકિનાવા અને ઓલા ઇવીના અધિકારીઓને આગના બનાવ અંગે વિસ્તૃત અહેવાલ સાથે હાજર રહેવાનું ફરમાન કર્યું છે.

    આ પણ વાંચો: શિવા ટેક્સયાર્ન શેરમાં શા માટે આવ્યો 20%નો ઉછાળો?

    ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં વધારો


    બીજી તરફ FADA (Federation of Automobile Dealers Associations of India)ના જણાવ્યા પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. જેમાં ટુ-વ્હીલર્સ લીડર્સ છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કુલ 429,417 ઇલેક્ટ્રિક યુનિટનું વેચાણ થયું હતું. 2020-21ના વર્ષમાં 1,34,821 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Electric vehicle, EV, કાર

    આગામી સમાચાર