રાહત પેકેજ : નાણા મંત્રીએ MSMEની વ્યાખ્યા બદલી, જાણો અન્ય શું જાહેરાત કરી

રાહત પેકેજ : નાણા મંત્રીએ MSMEની વ્યાખ્યા બદલી, જાણો અન્ય શું જાહેરાત કરી
પ્રતિકાત્મક તસવીર

નિર્મલા સીતારમણના જણાવ્યા પ્રમાણે MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે, તેમાં રોકાણની મર્યાદા બદલાવામાં આવી.

 • Share this:
  નવી દિલ્હી : મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદી (PM Narendra Modi)એ દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 20 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાતમાં સરકારના તાજેતરના નિર્ણયો અને રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલી રકમ સામેલ છે. આ 20 લાખ કરોડ રૂપિયામાંથી કોને શું મળ્યું તે અંગેની જાણકારી આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આપી હતી.

  નાણા મંત્રીની જાહેરાતની મોટી વાતો :  • નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. જેમાં રોકાણની મર્યાદા બદલાવામાં આવી છે. હવે એક કરોડના રોકાણ અને 10 કરોડના ટર્નઓવર પર સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે.

  • આ રીતે 10 કરોડનું રોકાણ અને 50 કરોડના ટર્નઓવરને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે. નાણા મંત્રીના કહેવા પ્રમાણે વર્તમાન સ્થિતિમાં ટ્રેડ ફેર શક્ય નથી.

  • જ્યારે 20 કરોડના રોકાણ અને 100 કરોડના ટર્નઓવરને મધ્યમ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે. 200 કરોડ સુધી ટેન્ડર ગ્લોબલ નહીં થાય. આ MSME માટે મોટું પગલું છું. આ ઉપરાંત MSMEને ઇ-માર્કેટ સાથે જોડવામાં આવશે.

  • નિર્મલા સીતારમણના જણાવ્યા પ્રમાણે 20 લાખ કરોડ રૂપિયામાંથી ત્રણ લાખ કરોડ રૂપિયા MSME (Micro, Small and Medium Enterprises) એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગના ફાળે જશે.

  • MSMEને કોઈ ગેરંટી વગર આ રકમ મળશે. આની સમયમર્યાદા ચાર વર્ષની હશે.

  • નાણા મંત્રીના જણાવ્યા પ્રમાણે જે MSME તણાવમાં છે તેમને સબઓર્ડિનેટ ડેટના માધ્યમથી 20 હજાર કરોડની રોકડની વ્યવસ્થા કરવામાં આવશે.

  • નાણા મંત્રીના જણાવ્યા પ્રમાણે MSME જે સક્ષમ છે, પરંતુ કોરોનાને કારણે પરેશાન છે, તેમના વેપારના વિસ્તાર માટે 10 હજાર કરોડ રૂપિયા ફંડ્સ ઑફ ફંડના માધ્યમથી મદદ મળશે.


  First published:May 13, 2020, 17:10 pm

  टॉप स्टोरीज