PM Kisan યોજનામાં સામે આવ્યું 110 કરોડનું કૌભાંડ, અનેક અધિકારી સસ્પેન્ડ

News18 Gujarati
Updated: September 9, 2020, 1:47 PM IST
PM Kisan યોજનામાં સામે આવ્યું 110 કરોડનું કૌભાંડ, અનેક અધિકારી સસ્પેન્ડ
આવી રીતે 110 કૌભાંડને અંજામ આપવામાં આવ્યો, 18 લોકોની ધરપકડ, 32 કરોડની થઈ વસૂલી

આવી રીતે 110 કૌભાંડને અંજામ આપવામાં આવ્યો, 18 લોકોની ધરપકડ, 32 કરોડની થઈ વસૂલી

  • Share this:
નવી દિલ્હીઃ મોદી સરકાર (Modi Government)ની સૌથી મોટી સ્કીમમાં કૌભાંડ સામે આવ્યું છે. PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Saman Nidhi Yojana)માં કેટલાક એવા લોકો વિશે જાણવા મળ્યું છે જે યોગ્ય ન હોવા છતાંય આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તમિલનાડુ સરકાર (Tamil Nadu Government)એ ગરીબોને લાભ પહોંચાડનારી પ્રધાનમંત્રી કિસાન યોજનામાં 110 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ (PM Kisan Fraud)નો ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે, છેતરપિંડી કરીને 110 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી ઓનલાઇન ઉપાડવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ હાલ આ મામલામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ ગગનદીપ સિંહ બેદીએ કહ્યું કે, તેઓએ પહેલીવાર ઓગસ્ટમાં જોયું કે આ યોજનામાં અસામાન્ય રીતે લાભાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. આવું ખાસ કરીને 13 જિલ્લામાં થયું. બેદીએ કહ્યું કે 18 લોકોને જે એજન્ટ કે દલાલ હતા, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એગ્રીકલ્ચર સ્કીમ સાથે જોડાયેલા 80 અધિકારીઓને ડિસમીસ કરી દેવામાં આવ્યા છે અને 34 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો, સિલ્વર લૅક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

આવી રીતે 110 કૌભાંડને અંજામ આપવામાં આવ્યો

એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓએ ઓનલાઇન અરજી અનુમોદન પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો અને અનેક લાભાર્થીઓને ગેરકાયદેસર રીતે જોડ્યા હતા. મોડસ ઓપરેન્ડીમાં સરકારી અધિકારી સામેલ હતા, જે નવા લાભાર્થીઓમાં જોડનારા દલાલોને લોગ ઇન અને પાસવર્ડ પૂરા પાડતા હતા અને તેમને 2000 રૂપિયા આપતા હતા.

આ પણ વાંચો, મોટા સમાચારઃ 21 સપ્ટેમ્બરથી ખુલશે દેશભરની સ્કૂલો, આ 10 વાતોનું રાખવું પડશે ધ્યાન

110 કરોડ રૂપિયામાંથી 32 કરોડની થઈ વસૂલી - સરકારે હાલમાં 110 કરોડ રૂપિયામાંથી 32 કરોડ રૂપિયાની વસૂલી કરી લીધી છે. તમિલનાડુ સરકારનો દાવો છે કે બાકી નાણા આગામી 40 દિવસની અંદર પરત આવી જશે. કલ્લાકુરિચી, વિલ્લુપુરમ, કુડ્ડલોર, તિરુવન્નમલાઈ, વેલ્લોર, રાનીપેટ, સલેમ, ધર્મપુરી, કૃષ્ણગિરિ અને ચેંગલપેટ જિલ્લાથી આવ્યા હતા, જ્યાં કૌભાંડ થયું. મોટાભાગના નવા લાભાર્થી આ યોજનાથી અજાણ હતા કે આ યોજનામાં સામેલ નહોતા થઈ રહ્યા.
Published by: Mrunal Bhojak
First published: September 9, 2020, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading