ખુશખબર! રસોઈ ગેસ સસ્તો થશે, ગુરૂવારે નવી કિંમત લાગુ થશે, જાણો LPG સિલિન્ડર કેટલો સસ્તો થશે

ખુશખબર! રસોઈ ગેસ સસ્તો થશે, ગુરૂવારે નવી કિંમત લાગુ થશે, જાણો LPG સિલિન્ડર કેટલો સસ્તો થશે
ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાની તુલનામાં, ભાવમાં આ ઘટાડો ખૂબ જ ઓછો છે.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના સંકટની વચ્ચે આર્થિક કટોકટી (Financial Crisis)માં ફસાયેલો સામાન્ય માણસ પણ મોંઘવારી (Inflation)નો સામનો કરી રહ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ 2021 દરમિયાન પેટ્રોલ, ડીઝલની કિંમતો (Petrol-Diesel Price Hike) સાથે એલપીજી સિલિન્ડરની કિંમતો (LPG Price) માં પણ રૂ .112નો વધારો થયો છે. આવી સ્થિતિમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સામાન્ય લોકો માટે થોડી રાહત આપી છે. આઈઓસીએ કહ્યું કે, એલપીજી સિલિન્ડરના ભાવમાં એલપીજી પ્રાઇસમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર આવતીકાલે એટલે કે 1 લી એપ્રિલ 2021થી લાગુ થશે.

    આ વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે



    છેલ્લા કેટલાક મહિનામાં એલપીજીના ભાવમાં એટલો વધારો થયો હતો કે, લોકો પરેશાન થઈ ગયા હતા. છેલ્લા બે મહિનામાં, રસોઈ ગેસના ભાવમાં 125 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 4 ફેબ્રુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. આ પછી 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા અને 1 માર્ચે પણ 25 રૂપિયા વધારવામાં આવ્યા હતા. આ પછી, દરેકને આશા હતી કે, હવે એપ્રિલ 2021માં એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવશે.



    આ પણ વાંચો - Nazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેર

    ઘટાડો ઓછો, છતાં સામાન્ય માણસને થોડી રાહત મળશે

    ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલની જાહેરાત મુજબ હવે 1 એપ્રિલ 2021થી તમારે ઘરેલું એલપીજી સિલિન્ડર માટે 10 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાની તુલનામાં, ભાવમાં આ ઘટાડો ખૂબ જ ઓછો છે. તેમ છતાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને તેનાથી થોડી રાહત મળી શકે છે.

    આ પણ વાંચોવલસાડ : 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, Murderનું કારણ પણ વિચિત્ર
    Published by:kiran mehta
    First published:March 31, 2021, 22:57 pm

    ટૉપ ન્યૂઝ