Home /News /business /મોટી રાહત! કેન્દ્ર સરકારે આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો

મોટી રાહત! કેન્દ્ર સરકારે આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો

આધાર પાન કાર્ડ લિંક મામલે લોકોને મોટી રહાત મળી, હવે 30 જૂન 2023 સુધી મર્યાદા વધારાઈ.

Pan card-Aadhar card Linking Deadline: કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપતા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઈન 31 માર્ચ 2023થી ત્રણ મહિના આગળ વધારીને 30 જૂન 2023 કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકારે આધાર અને PAN લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. અગાઉ, 31 માર્ચ સુધી આધાર-PAN લિંક કરવું ફરજિયાત હતું. આવી સ્થિતિમાં, જેમણે હજુ સુધી આધાર અને PAN લિંક નથી કરાવ્યું, તેમને હવે થોડા દિવસોનો સમય મળ્યો છે. સરકારે આજે (મંગળવારે) આધાર-PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2023 કરી છે.

આ પણ વાંચોઃ PAN Aadhaar Liking: પાન આધાર લિંક કરવું છે પણ ફી જમા નથી થતી? જાણો બે સિમ્પલ સ્ટેપ

SMS દ્વારા પાન આધાર લિંક કરી શકો


સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.

EXAMPLE : UIDPAN 123456789012 AXXXX1000Y

આ પણ વાંચોઃ આ છે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ, આ રહ્યા સાવ સરળ સ્ટેપ

ઓનલાઇન લિંક કરવા માટે


>> સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ.

>> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.

>> આધાર કાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો ચોરસ પર ટિક કરો.

>> હવે કેપ્ચા કોડ દાખલ કરો.

>> હવે લિંક આધાર બટન પર ક્લિક કરો

>> તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.


આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે ચકાસવું?


- incometax.gov.in ની મુલાકાત લો.
- 'View Link Aadhaar Status' વિકલ્પ શોધો.
- તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી 'View Link Aadhaar Status' પસંદ કરો.
- જો તમારું પાન તમારા આધાર સાથે જોડાયેલું હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
- તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર>.
First published:

Tags: Aadhaar card, Business news, Pan card, PAN-AADHAR