થોડા દિવસોમાં ભારતની જેલમાં હશે માલ્યા, સ્વદેશ લાવવાની કાયદાકિય કાર્યવાહી પૂર્ણઃ રિપોર્ટ્સ

News18 Gujarati
Updated: June 3, 2020, 2:51 PM IST
થોડા દિવસોમાં ભારતની જેલમાં હશે માલ્યા, સ્વદેશ લાવવાની કાયદાકિય કાર્યવાહી પૂર્ણઃ રિપોર્ટ્સ
સુત્રોથી મળેલી જાણકારી મુજબ હવે માલ્યાનું વિમાન ભારત આવશે ત્યારે ડૉક્ટર્સની એક ટીમ તેની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા રાતના મુંબઇથી વિમાન દ્વારા પહોંચે છે તો થોડા સમય તેમને સીબીઆઇ ઓફિસમાં વિતાવવો પડશે. તે પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને જો તે દિવસે પહોંચ્યા તો સીધા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઇ તેમની રિમાન્ડ માંગી છે. તે પછી ઇડીએ પણ તેમની હિરાસતની માંગ કરી છે.

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે તમામ ઔપચારિક્તાઓ પૂરી કરી દીધી છે

  • Share this:
નવી દિલ્હીઃ ભાગેડુ લિકરકિંગ અને બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સ (Kingfisher Airlines)ના સંસ્થાપક વિજય માલ્યા (Vijay Mallaya)નું થોડા દિવસોમાં ક્યારે પણ પ્રત્યર્પણ કરવામાં આવી શકે છે. અંગ્રેજી બિઝનેસ અખબાર ‘ઇકોનોમિક્સ ટાઇમ્સ’માં પ્રકાશિત અહેવાલ મુજબ, માલ્યાના પ્રત્યર્પણથી સંબંધિત તમામ ઔપચારિક્તા પૂરી થઈ ચૂકી છે. નોંધનીય છે કે પૂર્વ સાંસદ અને દેશની સૌથી મોટી લિકર કંપની યૂનાઇટેડ બેવેરેજિસના માલિક માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ શરૂ કરી હતી જે બાદમાં બંધ થઈ ગઈ. તેની પર 9000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ નોંધવામાં આવ્યા હતા. પરંતુ તે વ્યક્તિગત કારણ દર્શાવીને મે 2016માં ભારતથી ભાગી ગયો હતો.

ત્યારથી તે બ્રિટનમાં જ રહે છે. માલ્યાએ ઓછામાં ઓછી 17 બેન્કોને છેતરીને લોન લીધો અને ગેરકાયદેસર રીતે લોનના પૂરા પૈસા કે એક હિસ્સો વિદેશમાં લગભગ 40 કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

હવે શું થશે?

માલ્યાના પ્રત્યર્પણમાં સૌથી મોટી અડચણ 14 મેના રોજ તે સમયે દૂર થઈ ગઈ જ્યારે માલ્યા પોતાના પ્રત્યર્પણની વિરુદ્ધ કેસ હારી ગયો. સરકારે આગામી 28 દિવસની અંદર તેન પરત લાવવાનો છે. 14 મે બાદથી 20 દિવસ તો પસાર થઈ ચૂક્યા છે. એવામાં તેને આગામી 8 દિવસની અંદર પરત લાવવાનો છે.

એપ્રિલમાં યૂકે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે વિજય માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી શકે છે. ત્યારબાદ 14 મેના રોજ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટ જવાની તક આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો, કોણ છે સુમન કુમાર જેમણે વિજય માલ્યાને ધૂળ ચટાડી? ભારતને અપાવી મોટી સફળતા 

બ્રિટનના કાયદા વિશે જાણકારી રાખતાં લોકો મુજબ પ્રત્યર્પણને ટાળવા માટે માલ્યાની પાસે બે રસ્તા છે, જેમાંથી એક શરણ માંગવાનો છે. માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવા માટે ડિસેમ્બર 2018માં જ લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે આદેશ આપ્યો હતો.

થોડા દિવસમાં જ જેલના સળીયા પાછળ હશે માલ્યા

EDના સૂત્ર અનુસાર બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં માલ્યાની અરજી ફગાવી દેવામાં આવી છે. તેના પ્રત્યર્પણ માટે EDએ તમામ ઔપચારિક્તાઓ પૂરી કરી દીધી છે.

CBI અને EDની ટીમો તેના પ્રત્યર્પણ પર કામ કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા CBIના સૂત્રએ જણાવ્યું કે પ્રત્યર્પણ બાદ અમે સૌથી પહેલા તેને કસ્ટડીમાં લઈશું અને તેની વિરુદ્ધ અમે સૌથી પહેલા કેસ નોંધીશું.

આ પણ વાંચો, ઉત્તરાખંડઃ 8 જૂન બાદ શરૂ થઈ શકે છે ચારધામ યાત્રા, સરકાર કરી રહી છે વિચાર

POLL:

First published: June 3, 2020, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading