નવી દિલ્હીઃ આજનો દિવસ ખૂબ મહત્વનો થવાનો છે. ઘણા મોટા નિર્ણયો થનાર છે. આ વચ્ચે મોદી કેબિનેટ (modi cabinet) સાથે જોડાયેલ બે મોટા સમાચારો આવી રહ્યા છે. એક તો આજે કેબિનેટમાં મોટા ફેરબદલ થયા છે. તો બીજી તરફ સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટના (Government disinvestment) રસ્તાને વધુ સરળ બનાવવા માટે 36થી વધુ કંપનીઓને (compnay) નાણા મંત્રાલયમાં ટ્રાન્સફર (Transfer to the Ministry of Finance) કરી છે. હવે આ 36થી વધુ કંપનીઓ નાણા મંત્રાલયમાં હશે. પહેલા આ કંપનીઓ ઉદ્યોગ મંત્રાલયમાં હતી.
આ કંપનીઓ છે લીસ્ટમાં
આ ટ્રાન્સફર લીસ્ટમાં BHEL, HMT, Scooters India અને Andrew Yuleનું નામ સામેલ છે. સરકાર આમ કરશે તો કંપનીઓનું માળખાકિય ડિસઇન્વસ્ટમેન્ટ સરળ થશે. આપને જણાવી દઇએ કે, સરકારે પહેલાથી જ રણનીતિક વેચાણ માટે લગભગ 35-સીપીએસઇની ઓળખ કરી છે. તેમાં એર ઇન્ડિયા, પવન હંસ, બીઇએમએલ, સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પંપ કંપ્રેશર્સ અને પ્રમુખ સ્ટીલ કંપની સેલની ભદ્રાવતી, સલેમ અને દુર્ગાપુર એકમો સામેલ છે.
જે અન્ય સીપીએસઇની સંપૂર્ણ વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ, એચએલએલ લાઇફ કેર, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ, બ્રજ એન્ડ રૂફ ઇન્ડિયા, એનએમડીસીનો નાગરનાર સ્ટીલ પ્લાન્ટ અને સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને આઇટીડીસીના એકમો સામેલ છે.
આ મંત્રાલયોમાં નહીં થાય બદલાવ
એક બાજુ મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. આજે સાંજે 6 કલાકે શપથ ગ્રહણ બાદ ટીમ મોદીનો ચહેરો ઘણો બદલી જશે. અમને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે 20 નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે, તો અમુક મંત્રીઓના વિભાગ પણ બદલી શકે છે.
કેબિનેટમાં 20 નવા ચહેરાઓ સામેલ થઇ શકે છે. સિંધિયા અને સોનોવાલ કેબિનેટ મંત્રી બની શકે છે. નાણાં, વિદેશ, રક્ષા અને ગૃહમાં બદલાવની શક્યતાઓ ઓછી છે. વધુ પ્રભાર વાળા મંત્રાલય નવા ચહેરાઓને મળી શકે છે. આપને જણાવી દઇએ કે કેબિનેટ વિસ્તરણ પહેલા મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર