રેલવેનો મોટો નિર્ણયઃ ટૂંક સમયમાં ખતમ થશે ખલાસી સિસ્ટમ, હવે નહીં થાય નવી નિયુક્તિ

News18 Gujarati
Updated: August 7, 2020, 10:32 AM IST
રેલવેનો મોટો નિર્ણયઃ ટૂંક સમયમાં ખતમ થશે ખલાસી સિસ્ટમ, હવે નહીં થાય નવી નિયુક્તિ
પ્રતીકાત્મક તસવીર

અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને ભારતીય રેલવે બંધ કરવા જઈ રહી છે

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways) ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમ (Telephone attendant-cum-dak khalasis -TADKs)ને બંધ કરવા જઈ રહી છે. તેની સાથે જ પ્યૂન ની નિયુક્તિ પણ હવે નહીં થાય. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, બંગલો પ્યૂન, રેલવે અધિકારીઓના ઘરે કામ કરે છે. રેલવે બોર્ડે તેમની નવી નિયુક્તિ પર રોક લગાવી દીધી છે. રેલવે બોર્ડે તેની સાથે જોડાયેલા આદેશને 6 ઓગસ્ટે જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે, રેલજેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે. રેલવેના મોટાભાગના અધિકારી જ્યાં સુધી નોકરી કરે વે, બંગલો પ્યૂનની સુવિધા લે છે. આ અધિકારી પોતાની મરજીના વ્યક્તિને બંગલો પ્યૂનના નામે રેલવેમાં નોકરી લગાડી દેતા હોય છે. બે-ત્રણ વર્ષ તે સાહેબના બંગલોમાં રહે છે, પછી તે મરજી મુજબની જગ્યાએ પોસ્ટિંગ મેળવી લે છે અને સાહેબની પાસે નવો બંગલો પ્યૂન આવી જાય છે.

રેલવે બોર્ડે શું કર્યો આદેશ?

રેલવે બોર્ડ ટેલીફોન અટેન્ડન્ટ કમ ડાક ખલાસી (Telephone attendant-cum-dak khalasis -TADKs)ના પદને લઈ પણ સમીક્ષા કરી રહ્યું છે. પીટીઆઈ મુજબ, ડાક ખલાસીની નિયુક્તિ વિશેનો મુદ્દો રેલવે બોર્ડમાં સમીક્ષાને આધીન છે. તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડાક ખલાસીના રૂપમાં નવી નિયુક્તિ નહીં થાય.

આ પણ વાંચો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું- તેનાથી દેશની સુરક્ષા પર ખતરો

આદેશમાં વધુ કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઇ 2020થી આવી નિયુક્તિઓ માટે અનુમોદિત તમામ મામલની સમીક્ષા કરવામાં આવી શકે છે અને બોર્ડને સલાહ આપવામાં આવી શકે છે. તમામ રેલવે પ્રતિષ્ઠાનોમાં તેનું કડકાઈથી પાલન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો, WHOએ કહ્યું, કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં, પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત

નોંધનીય છે કે, રેલવેમાં ડાક મેસેન્જર હોય છે. આ ઉપરાંત, રેલવેના તમામ કોલકાતા, મુંબઈ, સિકંદરાબાદ, ચેન્નઈ, હુબલી વગેરેમાં સ્થિત ક્ષેત્રીય કાર્યાલયોમાં પણ આવા મેસેન્જર નિયમિત રૂપથી સંદેશ લઈને આવતા-જતા રહે છે. કહેવા માટે આ બધા કામ ફોન, ફેકસ કે ઈ-મેઇલના માધ્યમથી થઇ શકે છે, તેમ છતાંય આ વ્યવસ્થા પર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: August 7, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading