Home /News /business /

Electric Highway : દિલ્હી મુંબઇ વચ્ચે બનશે ઇલેકટ્રિક હાઇવે, નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર

Electric Highway : દિલ્હી મુંબઇ વચ્ચે બનશે ઇલેકટ્રિક હાઇવે, નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર

નીતીન ગડકરીએ ઇલેક્ટ્રિક રાજમાર્ગની યોજના વિશે જણાવ્યું

દિલ્હી મુંબઇ ઇકેલટ્રિક હાઇવે (Delhi Mumbai Electric Highway): ગુડગાંવમાં હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિયેશનના એક સમારંભને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવેની યોજના બનાવી રહી છે. ઇલેક્ટ્રિક હાઇવે એ સામાન્ય રીતે એક રસ્તો હોય છે, જેના પર ચાલતા વાહનોને વીજળી પહોંચાડવામાં આવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ માર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દેશવાસીઓને કોઈને કોઈ સારા સમાચાર આપતા રહે છે. તેમની આ જાહેરાતથી લોકો માટે નવા અનુભવની આશા બંધાય છે, સાથે જ લોકો ખુશ પણ થયા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે કહ્યું છે કે, સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે (Delhi to Mumbai electric Highway) બનાવવાની યોજના બનાવી રહી છે. આ પહેલા પણ નિતિન ગડકરી દેશવાસીઓને ઘણી ભેટ આપી ચૂક્યા છે.

    ઇલેક્ટ્રિક રાજમાર્ગની યોજના


    ગુડગાંવમાં હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિયેશનના એક સમારંભને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવેની યોજના બનાવી રહી છે. ઇલેક્ટ્રિક હાઇવે એ સામાન્ય રીતે એક રસ્તો હોય છે, જેના પર ચાલતા વાહનોને વીજળી પહોંચાડવામાં આવે છે. આ વીજળી રસ્તા પર લાગેલા વાયરો દ્વારા વાહન સુધી પહોંચાડવામાં આવે છે.

    આ પણ વાંચો -હોમલોનની EMIની ચૂકવણીમાં વિલંબ ટાળવા ખાસ ધ્યાનમાં રાખો આ વાતો

    2.5 લાખ કરોડ રૂપિયાની ટનલ બનશે


    તેમણે યોજનાની વધુ વિગતોનો ખુલાસો ન આપતાં કહ્યું હતું કે, "તમે ટ્રોલીબસની જેમ ટ્રોલીટ્રેક પણ ચલાવી શકો છો." ટ્રોલીબસ એક ઇલેક્ટ્રિક બસ છે, જે ઓવરહેડ વાયરથી ઉત્પન્ન થતા વીજ પુરવઠાથી ચાલે છે. આ પ્રસંગે ગડકરીએ કહ્યું કે તેમના મંત્રાલયે તમામ જિલ્લાઓને ચાર માર્ગીય રસ્તાઓ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર 2.5 લાખ કરોડ રૂપિયાની ટનલ પણ બનાવી રહી છે.

    સેવાઓને ડિજીટલ કરવાની આવશ્યકતા


    તેમણે કહ્યું કે, રાજ્યોની પ્રાદેશિક પરિવહન કચેરીઓમાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે તમામ સેવાઓને ડિજિટાઇઝ કરવાની જરૂર છે. અગાઉ તેમણે કાર અને બાઇક સવારોને એમ કહીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે, આગામી એકથી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર હશે. વાસ્તવમાં સરકાર વધતા પ્રદૂષણને ઓછું કરવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ હવે તેમની ઉંચી કિંમતને કારણે લોકો તેમને ઓછા ખરીદી રહ્યા છે.

    આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, ચાંદી 56 હજાર પર પહોંચ્યું

    કેવો હોય છે ઇલેક્ટ્રિક હાઇવે?


    ઇલેક્ટ્રોનિક હાઇવે અથવા ગ્રીન હાઇવેને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આવા હાઇવે પર ખૂબ જ હરિયાળી હોવાની સાથે સાથે પર્યાવરણ માટે વધુ પગલાં લેવામાં આવે છે. આ હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ લેન હશે, જ્યાં વાહનો કેબલ દ્વારા ચાલશે. તેના પર સરકાર દ્વારા કેબલથી ચાલતી વિશેષ બસો અને ટ્રેનો દોડાવવામાં આવશે. આ બસો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

    આ હાઇવેની બંને તરફ વીજ લાઇનો છે. જેના પર ભારે વાહનો પણ પૂરઝડપે દોડી શકશે. તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે. તમને જણાવી દઇએ કે સરકાર આ રીતે પેટ્રોલ-ડીઝલના વિકલ્પો પર નજર રાખી રહી છે. ઇ-હાઇવે પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો હશે. તેના પર ઇલેક્ટ્રિક બસો દ્વારા સામાન્ય લોકો પણ અડધા સમયમાં પ્રદૂષણ મુક્ત મુસાફરીનો આનંદ માણી શકશે
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Nitin Gadkari

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन