Home /News /business /બજેટ 2023: બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરતા વ્યકિતઓ માટે ખુશખબર! સરકારે આપી અનોખી ભેટ
બજેટ 2023: બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરતા વ્યકિતઓ માટે ખુશખબર! સરકારે આપી અનોખી ભેટ
સરકારે બદલ્યો આ નિયમ
નાણામંત્રીએ કહ્યું કે, બેંક પ્રશાસનમાં સુધાર અને રોકાણકારોની સુરક્ષા વધારવા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, બેંકિંગ કંપની એક્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટમાં કેટલાક સુધારાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. બેંકિંગ વહીવટમાં સુધારા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. આ નાણામંત્રીનું પાંચમું બજેટ છે. બજેટ દરમિયાન સરકારે ઘણી મોટી જાહેરાતો કરી. નાણામંત્રીએ કહ્યું કે, બેંક પ્રશાસનમાં સુધાર અને રોકાણકારોની સુરક્ષા વધારવા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, બેંકિંગ કંપની એક્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટમાં કેટલાક સુધારાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. બેંકિંગ વહીવટમાં સુધારા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. નિર્મલા સિતારમણે કહ્યું કે, સેબને હજુ વધારે સશક્ત બનાવવામાં આવશે.
નિર્મલા સિતારમણે કહ્યું કે, કોરોના છતાય ભારતીય અર્થતંત્ર યોગ્ય દિશામાં છે. ચાલૂ વર્ષ માટે દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ 7 ટકા સુધી રહી શકે છે. આ વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધારે છે. તેમણે જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં 10માં સ્થાન પર પહોંચી છે. આ દરમિયાન મહિલાઓ અને ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર