સામાન્ય માણસ માટે મોટા સમાચાર! GSTના દાયરામાં આવી શકે છે નેચરલ ગેસ, થશે આવો ફાયદો

પ્રતિકાત્મક તસવીર

અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ અને નેચરલ ગેસ જીએસટીની બહાર છે.

 • Share this:
  નવી દિલ્હીઃ નેચરલ ગેસને (Natural Gas) જીએસટીના (GST-Goods and Service Tax) દાયરામાં લાવવાની કવાયત લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ આ ઉપર ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે. સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે ગેસ ટ્રેડિંગ રેગ્યુલેશન (Gas Trading Regulations) થી પહેલા આ અંગે નિર્ણય થઈ શકે છે. કારણ કે કંપનીઓનું કહેવું છે કે દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સ લાગે છે. જેનાથી ટ્રેડિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે આને જીએસટીના દાયરામાં લાવવાનો સૂચન કરવામાં આવ્યું છે.

  નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવાથી પીએનજી અને સીએનજી ગેસ થોડો સસ્તો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ અને નેચરલ ગેસ જીએસટીની બહાર છે.

  હવે જીએસટી કાઉન્સિલે (GST Council) નક્કી કરવાનું છે કે આ પાંચ પ્રોડક્ટ ઉપર ક્યારથી જીએસટી લગાવવામાં આવે. કારણ કે આ પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાં લાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી.

  આ પણ વાંચોઃ-અંધવિશ્વાસઃ તંત્ર વિદ્યા દરમિયાન બે ભાઈઓ પૈકી એકનું મોત, બીજો કરવા લાગ્યો મૃતભાઈને જીવતો

  આ પણ વાંચોઃ-મજૂર બાપનો ગજબનો જુસ્સોઃ પુત્રને પરીક્ષા અપાવવા માટે સાઈકલ ઉપર 105 km દૂર પહોંચ્યો પિતા

  આ પણ વાંચોઃ-દારુ પહોંચાડવાનો ગજબનો આઈડિયા, દારુ હોમ ડિલિવરી કરનાર યુવકોની પોસ્ટ થઈ વાયરલ

  જીએસટી દાયરામાં આવ્યા પછી શું થશે? આ પહેલા પેટ્રોલિયમ મંત્રાલય પણ નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવા માટે કહી ચૂકી છે. જો હવે પ્રાકૃતિક ગેસને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તો ત્યારબાદ દેશમાં કોઈપણ સ્થળ ઉપર સામાન્ય દરથી ટેક્સ લાગશે. જીએસટી અંતર્ગત આવ્યા બાદ આના ઉપર અલગ અલગ લાગનારા ઉત્પાદન શુલ્ક અને વેટ સમાપ્ત થઈ જશે.

  વીડિયોમાં જુઓ બપોરના તમામ મુખ્ય સમાચાર

  આનાથી આર્થિક ગતિવિધિઓ વધશે જેનાથી રાજ્ય સ્થાનિક ઉત્પાદન વધશે. સામાજિક આર્થિક વિકાસને ગતિ મળશે. આમ આનાથી રોજગાર અને અવસરોનું સર્જન થશે.
  Published by:ankit patel
  First published: