SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાની લેવડ દેવડ પર નહીં લાગે કોઇ ચાર્જ

News18 Gujarati
Updated: July 6, 2019, 4:08 PM IST
SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાની લેવડ દેવડ પર નહીં લાગે કોઇ ચાર્જ
SBI ખાતાધારકો માટે ખુશખબર આવી ગઇ છે. બેંકે RBIનો નિર્ણય માનતા RTGS અને NEFT ચાર્જિસ હટાવી લીધા છે

SBI ખાતાધારકો માટે ખુશખબર આવી ગઇ છે. બેંકે RBIનો નિર્ણય માનતા RTGS અને NEFT ચાર્જિસ હટાવી લીધા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: SBI ખાતાધારકો માટે ખુશખબર છે. બેંકે RBIનો નિર્ણય માનતા RTGS અને NEFT ચાર્જિસ હટાવી લીધા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડા સમય પહેલાં આમ આદમી માટે મોટા પ્લાનનું એલાન કર્યુ હતું. SBIએ આ નિર્ણય 1 જુલાઇ 2019થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. RBIનાં આ નિર્ણય બાદ ઇન્ટરનેટ બેંકિંગ સસ્તું થઇ જશે. હવે RBIએ બેંકને આ ફાયદો કસ્ટમર્સ સુધી પહોંચાડવા અપીલ કરી છે. એવામાં SBIથી RTGS અને NEFT કરવાનું સસ્તુ થશે.

આ પણ વાંચો-Union Budget 2019 : બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

શું છે RTGS અને NEFT?

SBIમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) 2 લાખ રૂપિયાથી વધુ અમાઉન્ટ એક ખાતાથી બીજા ખાતામાં તત્કાળ ટ્રાસન્ફર કરવાની સુવિધા છે. તો નેશનલ ઇલેક્‌ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) 1 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરવામાં ઉપયોગ થાય છે. SBI પર હવે 1 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીનું મેક્સિમસ ફંડ કોઇપણ ચાર્જ વગર NEFT અને RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

RTGSથી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય
RTGSથી સામાન્ય રીતે 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે, આ માટે ખાસ સમય નિશ્ચિત છે. RTGS રિઝર્વ બેંકે હાલમાં જ RTGS ટ્રાન્સફરની ટાઇમિંગમાં દોઢ કલાક સુધીનો વિસ્તાર પણ કર્યો છે. RTGS માટે કસ્ટમર ટ્રાન્જેક્શનની ટાઇમિંગ સાંજે 4.30 વાગ્યાથી વધારીને 6.00 વાગ્યે કરવાનો નિર્ણય કર્યો છે. નવી ટાઇમિંગ 1 જૂનથી લાગૂ થશે.આ પણ વાંચો-સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે

શું હોય છે NEFT ?
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT દેશમાં બેંક દ્વારા ફંડ ટ્રાન્સફર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું. આ પ્રકારનો ફાયદો સામાન્ય ગ્રાહક કે કંપની ઉઠાવી શકે છે. અને બીજી બ્રાન્ચ કે બીજા શહેરની શાખામાં કોઇ વ્યક્તિ કે સંગઠન કે કંપનીને આપી શકે છે. આજની તારીખમાં આશરે દરેક બેંકને NEFT ટેક્નિક અપનાવી લીધી છે. તેનાંથી ફંડ મોકલવા માટે ગ્રાહકે તમામ પ્રકારની જાણકારી આપવી પડે છે.

NEFTની ટાઇમિંગ
સોમવારતી શુક્રવાર સુધી સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યાની વચ્ચે દરેક કલાક કામ કરે છે. શનિવારે સવારે 8.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી કામ કરે છે. NEFT આજનાં સમયમાં ઘણું ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો-PAN કાર્ડ વગર ITR ફાઇલ કરી શકાશે ; અમીરો પર ટેક્સ વધ્યો

IMPS ચાર્જ છે યથાવત
ધ્યાન રાખો કે બેંકે NEFT અને RTGSને ચાર્જિસમાંથી મુક્ત કર્યા ચે પણ ઇમીડિએટ પેમેન્ટ IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર પર ચાર્જ આજે પણ વસુલવામાં આવે છે. આપને જણાવી દઇએ કે IMPS દ્વારા પૈસા તુરંત બેનિફીશિયરી એટલે કે રિસીવરનાં અકાઉન્ટમાં પહોંચી જાય છે. જે NEFT દ્વારા નથી થતા.
First published: July 6, 2019, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading