Home /News /business /ખુશખબરી! પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર, પગારમાં આવતા વર્ષે થશે આટલો વધારો

ખુશખબરી! પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર, પગારમાં આવતા વર્ષે થશે આટલો વધારો

એક પ્રાઈવેટ ફર્મના રિસર્ચ રિપોર્ટ મુજબ આવતા વર્ષે અપ્રેઝલમાં તમારો પગાર આટલો વધી શકે છે.

Salary Hike in 2023 private sector: આંતરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ કંપનીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં પ્રાઈવેટ સેક્ટરમાં 2022ની તુલનામાં 2023માં વધુ સેલેરી ઈન્ક્રિમેન્ટ જોવા મળી શકે છે. આ રિપોર્ટ મુજબ દેશમાં પ્રાઈવેટ સેક્ટરમાં કંપનીઓ વર્ષ 2023માં પોતાના કર્મચારીઓના પગારમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી (Private Sector Employee) કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. જો તમે પણ નોકરિયાત વ્યક્તિ છો તો તમે આ સમાચાર વાંચીને તમે ખૂબ જ ખુશ થઈ જશો. વર્ષ 2022ની ઈન્ક્રીમેન્ટ સાયકલ પૂર્ણ થઈ ગઈ છે. નોકરી કરનાર તમામ વ્યક્તિ વર્ષ 2023માં મળનાર વેતન વૃદ્ધિની રાહ જોઈ રહી છે. કંપનીઓ વર્ષ 2023માં 10 ટકા સુધી વેતન વધારી (Salary Increment) શકે છે. એક રિપોર્ટ અનુસાર કંપનીઓ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

રિક્રુટર્સે પગાર વધારાનું બજેટ વધાર્યું

ગ્લોબલ કન્સલટન્ટ, બ્રોકિંગ અને સોલ્યુશન સર્વિસ પ્રદાન કરતી કંપની વિલિસ ટાવર્સ વોટસનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2022-23 દરમિયાન 10 ટકા વેતન વૃદ્ધિ વધારવાની વ્યવસ્થા કરી રહી છે. ગયા વર્ષે વાસ્તવિક વેતન વૃદ્ધિ 9.5 ટકા હતી. રિપોર્ટ અનુસાર ભારતમાં અડધાથી પણ વધુ (58 ટકા) નિયોક્તાઓએ ગયા વર્ષની સરખામણી આ ચાલુ નાણાકીય વર્ષ માટે વધુ માત્રામાં વેતન વૃદ્ધિનું બજેટ રાખ્યું છે.

Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

25 ટકા કંપનીએ બજેટમાં ફેરફાર નથી કર્યો

24.4 ટકા કંપનીઓએ બજેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2021-22ની સરખામણીએ માત્ર 5.4 ટકા કંપનીઓએ બજેટમાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ અનુસાર એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ભારતમાં વેતન વૃદ્ધિ થશે. ભારતીય કંપનીઓ દ્વારા રોકાણને લઇને વધુ સકારાત્મક દ્રષ્ટિકોણના કારણે આ વર્ષે પગારમાં એવરેજ નવ ટકાનો વધારો થવાની સંભાવના છે. આગામી વર્ષે ચીનમાં 6 ટકા, હોંગકોંગ અને સિંગાપોરમાં ચાર ટકા વેતન વૃદ્ધિ થશે. એપ્રિલ અને મે 2022માં 168 દેશમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ તે સર્વે પર આધારિત છે. ભારતમાં 590 કંપનીઓ સાથે વાત કરવામાં આવી છે.

Exclusive: સરકારી સબસિડીનો લાભ મેળવવા હવે તમારી પાસે આધાર અથવા તેની એનરોલમેન્ટ સ્લિપ જોઈશે

બિઝનેસ સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા અનુસાર આ વખતે કોરોનાની અસર ધંધા વેપાર પર ખાસ નહીં પડે. જેના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને વેતન વધારો આપશે. પગારમાં વધારો વેપાર, ઇન્ડસ્ટ્રીઝ મેટ્રિક્સ અને બેંચમાર્ક ટ્રેડર્સ પર નિર્ભર હોય છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને રિટેલ સેક્ટરમાં પગાર વધારો 10 ટકાની આસપાસ રહેશે. સેક્ટરમાં આવી રહેલી મજબૂતી અને લોકોનો પર્ચેસિંગ પાવર વધવાનો ફાયદો સેક્ટરને મળશે.
First published:

Tags: Business idea, Employees salary hike, Salary increased

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો