Home /News /business /મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મહત્વના સમાચાર, LTCG નિયમોમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મહત્વના સમાચાર, LTCG નિયમોમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર
LTCG નિયમોમાં થયા ફેરફાર
સરકારે ઘરેલૂ ઈક્વિટીમાં મર્યાદિત રોકાણવાળા ફંડ્સને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનનો ફાયદો ન આપવાનો નિર્ણય કર્યો છે. આજે ફાઈનાન્શિયલ બિલ પાસ થયા પછી સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટા સમાચાર છે. સરકારે આજે ફાઈનાન્શિયલ બિલ 2023 લોકસભામાં પાસ કરી દીધું છે. ફાઈનાન્શિયલ બિલમાં મ્યુચ્યુઅલ ફંડ માટે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે કેપિટલ ગેસ ટેક્સ સાથે જોડાયેલો છે. તેને લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી ડેટ મ્યુચ્યુઅલ ફંડને મળી રહેલી ટેક્સ રાહત ખત્મ થઈ શકે છે.
શું છે પ્રસ્તાવ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, સરકારે ઘરેલૂ ઈક્વિટીમાં મર્યાદિત રોકાણવાળા ફંડ્સને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનનો ફાયદો ન આપવાનો નિર્ણય કર્યો છે. આજે ફાઈનાન્શિયલ બિલ પાસ થયા પછી સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. રિસર્ચ પ્રમાણે, આવા મ્યુચ્યુઅલ ફંડ જેના એસેટ અન્ડર મેનેજમેન્ટમાં ઘરેલૂ ઈક્વિટીનો ભાગ 35 ટકાથી ઓછો છે, તે તેમના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેસના આધાર પર ટેક્સ લગાવવામાં આવશે. તેની સાથે જ એસેટ મેનેજમેન્ટમાં ઘરેલૂ ઈક્વિટી હિસ્સો 35 ટકાથી ઓછો રાખનારા ફંડ્સને ઈન્ડેક્સેશનનો ફાયદો પણ નહિ મળે.
આ નિર્ણયનો સીધો અસર ડેટ ફંડ પર પડશે, કારણ કે, તેમના પોર્ટફોલિયોનો મોટાભાગનો હિસ્સો ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટમાં રાખે છે. અને 35 ટકાથી ઓછી ઈક્વિટી હિસ્સેદારીવાળા ફંડ્સનો મોટાભાગનો હિસ્સો ડેટ ફંડ્સનો જ હોય છે.
જ્યારે ગિફ્ટ સિટીમાં કામ કરી રહેલા ઓફશોર બેંકિંગ યૂનિટ્સને ટેક્સમાં રાહત વધારવામાં આવી છે. ઓફશોર બેંકિંગ યૂનિટને 10 વર્ષો માટે આવક પર 100 ડિડક્શન હાસિલ થશે.
નોન રેજિડેન્ટ વિદેશી કંપનીઓને મળનારી રોયલ્ટી કે ટેકનિકલ ફીસ પર ટેક્સને 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે. જો કે, સંશોધનો પર ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ પર લગાવવામાં આવેલા ટેક્સ અને રીટ્સ ઈનવિટ્સ પર ટેક્સેશનમાં કોઈ ફેરફાર થયો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર