Big News: કરોડો પોલીસીધારકોને મોટો ઝટકો! ડબલ થઈ શકે છે વીમાના પ્રીમિયમની રકમ

News18 Gujarati
Updated: May 26, 2020, 4:59 PM IST
Big News: કરોડો પોલીસીધારકોને મોટો ઝટકો! ડબલ થઈ શકે છે વીમાના પ્રીમિયમની રકમ
વીમાના પ્રીમિયમમાં થઈ શકે છે વધારો

છેલ્લા કેટલાક મહિનામાં વીમાના ક્લેમમાં વધારો થયો છે. જેના કારણે સેટલમેન્ટની સંખ્યા પણ વધી હતી. પરંતુ, ક્લેમની સંખ્યામાં આટલો વધારો થશે તેનો કંપનીઓને અંદાજો ન હતો.

  • Share this:
નવી દિલ્હી :  છેલ્લા કેટલાક મહિનાથી વીમાના ક્લેમ વધી ગયા છે, જેને જોતા વીમા કંપનીઓ ટર્મ ઈન્શ્યોરન્સનું પ્રિમીયમ વધારી શકે છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રીમિયમ વધારવાના કારણે જીવન વીમા કંપનીઓ દ્વારા 20થી 40 ટકા પ્રીમિયમ વધારો થવાની સંભાવના છે. એપ્રિલ મહિનામાં જીવન વીમા કંપનીઓએ ટર્મ લાઈફ પ્લાન પ્રીમિયમમાં 20 ટકાનો વધારો કર્યો છે. પોલીસી ડોટકોમના સીઈઓ અને સંસ્થાપક નવલ ગોયલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં વીમાના ક્લેમમાં વધારો થયો છે. જેના કારણે સેટલમેન્ટની સંખ્યા પણ વધી હતી. પરંતુ, ક્લેમની સંખ્યામાં આટલો વધારો થશે તેનો કંપનીઓને અંદાજો ન હતો.

મજબૂર થઈ પ્રીમિયમ વધારવું પડી શકે છે

મહારાષ્ટ્ર ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, વીમા કંપનીઓએ પોતાનું પ્રીમિયમ વધારવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વીમા કંપનીઓએ પણ મજબૂર થઈ પ્રીમિયમ વધારવું પડ્યું છે. જોકે, હજુ પણ કેટલીક કંપનીઓએ પ્રીમિયમ વધારવાનો નિર્ણય લીધો નથી. કેમ કે, કંપનીઓ પોતાના ગ્રાહકોની સંખ્યાનો અભ્યાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, વીમા કંપનીઓનું પ્રીમિયમ મૃત્યું દર, કેટલા ક્લેમનો દાવો કરવામાં આવી શકે છે, સંબંધિત ક્લેમની એવેજમાં કંપની કેટલું પ્રીમિયમ વસુલ કરી રહી છે તે વાત પર નિર્ભર કરે છે. જેના કારણે આવનાર સમયમાં આમાં હજુ વધારો થવાની સંભાવના છે. જો આવું થયું તો, વીમા કંપનીઓએ પ્રીમિયમ વધારવાનો નિર્ણય લેવો પડશે.

20થી 25 ટકા કિંમતોમાં વધારો થવાની સંભાવના

પોલીસી બજાર ડોટકોમના ચીફ બિઝનેસ ઓફિસર સંતોષ અગ્રવાલે કહ્યું કે, ટર્મ ઈન્શ્યોરન્સની કિંમત 40 ટકા વધી ગઈ છે. ગત મહિનામાં કેટલીક વીમા કંપનીઓએ ટર્મ ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં 20 ટકાનો વધારો કર્યો છે. જે કંપનીઓએ હજુ કિંમત નથી વધારી તેમની તરફથી આગામી 3થી 6 મહિનામાં 20થી 25 ટકા કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.
First published: May 26, 2020, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading